Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ચૂંટણીપંચની કલેકટરો સાથે ખાસ વીસી : મતદાન મથકોના વધારા અંગે વિગતો મંગાઈ

રાજકોટ, તા. ૨૫ : રાજયના મુખ્ય ચૂંટણી કમિશ્નરે આજે રાજકોટ જીલ્લા સહિત તમામ કલેકટરો સાથે બપોરે બે વાગ્યાથી વીસી યોજી નવા કેટલાક મતદાર મથકો થશે તેની સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત હાલના મતદાન મથકો અને મતદાર યાદી અંગે પણ વિગતો મેળવી હતી તેમજ ઈઆરઓ નેટ અંગે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હતી. તાજેતરમાં ચૂંટણીપંચે સીટી વિસ્તારમાં ૧૪૦૦ મતદારો દીઠ એક મતદાન મથક હોવાના નિયમમાં ફેરફાર કરી ૧૩૦૦ મતદારો દીઠ મતદાન મથક રહેશે. તેવો આદેશ આપ્યો હતો. આવી રીતે ગ્રામ્ય વિસ્તારમાં ૧૨૦૦ની જગ્યાએ ૧૧૦૦ મતદારો દીઠ એક મતદાન મથક રાખવા સુચના આપી હતી.

આ સુચના બાદ રાજકોટ કલેકટરે તમામ મામલતદારો અને ડેપ્યુટી કલેકટરો પાસે કેટલા મતદાન મથકો વધશે તેનો રિપોર્ટ મંગાવ્યો હતો. આજે કલેકટર દ્વારા આ બાબતે પ્રાથમિક રીપોર્ટ અપાશે.

(4:10 pm IST)