Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

રણછોડદાસજીબાપુ હોસ્પીટલ દ્વારા ૩૧મી સુધી વિનામુલ્યે મોતિયાના ઓપરેશન

રાજકોટ તા. ર૬ :  શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આ કોરોનાની આ વિષમ પરિસ્થિતિ તથા કઠીન સમયમાં કોઇપણ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ કે જેઓનાં મોતિયાનાં પાકી ગયા છે, અને પૈસાના વાંકે આંધળો ના થઇ જાઇ એ માટે તા.૩૧/પ/ર૦ર૧, સોમવાર સુધી દરરોજ મફત (વિનામુલ્યે) મોતિયાના ઓપરેન કરવામાં આવશે.દરેક દર્દી ભગવાનને ખાસ સોફટ ફોલ્ડેબલ નેત્રમણી સાથે આધુનિક ફેકોમશીન સાથે મફત ઓપરેશન કરવામાં આવશે, જેઓપરેશનનો ખર્ચ અન્ય કોઇપણ હોસ્પટલમાં ઓપરેશન કરવામાં આવે તો રૂ.૧પ,૦૦૦ થી  ર૦,૦૦૦ થાય છે, તે ઓપરેશન એક પણ પૈસો કે રૂપિયો લીધા વગર મફત (વિનામૂલ્યે) કરી આપવમાં આવે છે.

અહી ઉલ્લખનીય છે કે શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પીટલ, રાજકોટ દ્વારા કોઇ કોવિડ વિભાગ ચાલુ કરેલ નથી, આ કોવિડ વિભાગ મહાનગરપાલિકા હસ્તકો કોમ્યુનિટી હોલમાં ચાલુ કરેલ છે, જેમનું નામ શ્રી રણછોડદાસજીબાપુ કોમ્યુનીટી હોલ છે. જેથી કોઇ પણ દર્દી ભગવાનને અસમજસ ના થાય. આ કપરી પરિસ્થિતિને ધ્યામાં લઇને કોઇપણ દર્દી ભગવાન ઓપરેશન વગરના રહી જાઇ એ માટે આંખના મોતિયાનાં ઓપરેશન દરરોજ તા.૩૧/પ/ર૦ર૧, સોમવાર સુધી મફત (વિનામૂલ્યે) ચાલુ કરેલ છે જેનો અવશ્ય લાભ લેવા જણાવાયું છે.

(4:02 pm IST)