Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

માતુશ્રી કુસુમબેન વસંતલાલ સંઘવી પરિવાર દ્વારા જૂનાગઢમાં આયંબિલ ઓળીમાં ટિફીન સેવા

રાજકોટ તા. ૨૬ : જૈન સમાજમા આંયબિલ તપને મહાન તપ ગણવામાં આવે છે કારણકે ૨૪ કલાકમા એક જ વાર જમવાનુ તેમા પણ તેલ, ઘી, દુધ, છાશ, શાકભાજી વગર જમવાનુ હોય છે આવુરસ પરિત્યાગ તપ કરવાથી અનંતા કર્મોની નિર્જરા થાય છે.

આ વખતે મોટાભાગના સંઘો માં આંયબિલ નુ રસોડુ બંધ રાખવામાં આવેલ છે જુનાગઢ સંઘ માં પણ બંધ રાખવામાં આવેલ હતુ પણ શાસન સેવા મંડળ જુનાગઢના પ્રમુખ હિતેષભાઈ સંઘવીએ બીડુ ઝડપી લીધું તેમણે પ્રફુલ્લાબેન રતિલાલ સુરતી પરિવાર હસ્તે : અજયભાઈ તથા સુધિરભાઈના ફલેટમા ટિફીન વ્યવસ્થાથી આંયબિલનુ આયોજન કરેલ. આ આખી ઓળીના સંપુર્ણ દાતા માતુશ્રી કુસુમબેન વસંતલાલ સંઘવી પરિવાર હસ્તે : મનિષભાઇ અને હિતેષભાઈ એ લીધેલ અને આખી ૪૩ ઓળી થયેલ હતી અને બીજા છુટક આંયબિલ થઈને ટોટલ ૭૦૦ ઉપર આંયબિલની ટીફીનથી આરાધના થયેલ દરેક તપસ્વીઓને ટાઈમ આપેલ તે જ સમયે માસ્ક, સેનિટાઈઝર કરી અને હેન્ડ ગ્લોઝ પહેરીને જ અંદર એન્ટ્રી આપવામા આવેલ હતી.

આ નવ દિવસના સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ આયોજન કરવામા ડુંગરગુરૂ યુવક મંડળના પ્રમુખ યશભાઈ સંઘવી તથા શાસન સેવા મંડળના વિમલભાઈ શાહ, ધર્મેન્દ્રભાઈ મોદી, કેતનભાઇ દોશી, સોનલબેન ધુલીયા, હિમાંશુભાઈ મોદી , જિતુભાઈ શાહ, ભાવેશભાઈ અવલાણી વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી.

(4:01 pm IST)