Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો. હરેશ ઝાલા કોરોના સામે હારી ગયા

હોમ આઇસોલેટ હતા, વધુ સારવાર માટે સીવીલે લઇ ગયા હતા જયાં વધુ સારવાર મળે તે પહેલા જ મૃત્યુઃ શોક

રાજકોટ તા. ર૬ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના પ્રો. હરેશભાઇ ઝાલા (ઉ.વ.પ૯) આજે કોરોના સામેનો જંગ હારી જતા ઘેરો શોક છવાયો છે.

પ્રો. હરેશભાઇ ઝાલા કોરોનાથી સંક્રમીત થયા હતા. ઘરે જ હોમ આઇસોલેટ થઇને સારવાર કરતા હતાં. આજે સવારે પ્રો. હરેશભાઇ ઝાલાની તબીયત લથડતા સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં વધુ સારવાર મળે તે પહેલાં જ અતિમશ્વાસ લીધા હતાં.

(4:00 pm IST)