Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

શ્રી નાથજી મઢીના મહંતશ્રી અમૃતનાથજી ગુરૂ ભોલેનાથજી સમાધિસ્થ થયા : નવા મહંત તરીકે શ્રી શંકરનાથજીની ચાદરવિધિ

રાજકોટ : અહીંના નવરંગપરા ખાતે આવેલ શ્રી નાથજી મઢીના મહંતશ્રી અમૃતનાથજી ગુરૂ ભોલેનાથજી સ્વર્ગસ્થ થતા તેઓની સમાધિ વિધિ નાથ સંપ્રદાયના અધ્યક્ષ એવા મહંત શ્રી સેવાનાથજી બાપુ (અડાલજ) તેમજ મહંતશ્રી ધર્મનાથજી બાપુ (ગૌરીદળ) ની ઉપસ્થિતિમાં તા. કરવામાં આવી હતી. તા. ૨૩ ના સમાધિ વિધિ બાદની ક્રિયાઓ પૂર્ણ કરવામાં આવેલ. આ પ્રસંગે સ્વર્ગસ્થ મહંતશ્રી અમૃતનાથજીના શિષ્ય મહંતશ્રી શંકરનાથજીની ચાદરવિધિ નાથ સંપ્રદાયની નીતિ રીતિ મુજબ મહંતશ્રી સેવાનાથજી દ્વારા કરી શ્રીનાથજીની મઢીની ગાદી નવા મહંતશ્રી શંકરનાથજીને સોંપવામાં આવેલ. આ સમાધિ વિધિમાં સહયોગ બદલ શ્રી નાથજી મઢીના ટ્રસ્ટીઓએ મહંતશ્રી છીપ્રાનાથજીનો આભાર વ્યકત કરેલ.

(3:09 pm IST)