Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

જૂગારના ગુનામાં પાંચ માસથી ફરાર કરણ મિયાત્રાની ધરપકડ

ક્રાઇમ બ્રાંચે આત્મીય કોલેજ પાસેથી પકડ્યો

રાજકોટ તા. ૨૬: પાંચ મહિના પહેલા ડીસીબી પોલીસે જૂગારનો દરોડો પાડ્યો હતો. ૪/૧૧/૨૦ના રોજ પડાયેલા દરોડામાં ફરાર છ પૈકીના ચાર આરોપીઓને ગઇકાલે પકડી લેવાયા હતાં. વધુ એક ફરાર શખ્સ ગાંધીગ્રામ રામાપીર ચોકડી ધર્મરાજ પાર્ક-૪માં રહેતાં કરણ નાનાભાઇ મિંયાત્રા (ઉ.વ.૩૭)ને ક્રાઇમ બ્રાંચે કાલાવડ રોડ આત્મીય કોલેજવાળી શેરીમાં ડિલકસ પાન નામની દૂકાન પાસેથી પકડી લીધો છે. કોન્સ. શકિતસિંહ ગોહિલ અને સ્નેહ ભાદરકાની બાતમી પરથી તેને પકડી લેવાયો હતો. અગાઉ તે પડધરીમાં એક ગુનામાં સંડોવાઇ ચુકયો છે.

પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર સહિતે આ કામગીરી કરી હતી.

(3:05 pm IST)