Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ઘરે સારવાર લઇ રહેલાઓને ઓકિસજન પુરૂ પાડતી લાયન્સ કલબ

 રાજકોટ : આજના કોરોનાના સમયમાં જયારે સમગ્ર વિશ્વ આ મહામારી સામે જજુમી રહ્યું છે, જયારે સરકાર, વહીવટી તંત્રો, સામાજીક સંસ્થાઓ લોક સેવા અર્થે આગળ આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડ દ્વારા જે લોકો ઘરે તબીબી માર્ગદર્શન હેઠળ કોરોના ની સારવાર લઇ રહ્યા છે અને ઓકસીજન ની જરૂરિયાત અંગે તબીબી ભલામણ હોઈ તેમનો જીવ બચાવી શકાય તેવા આશયથી લાયન્સ ઓકસીજન બેંક નો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમ લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ના ગુજરાત સ્ટેટ ચેરમેન દિવ્યેશભાઈ સાકરીયા, લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડના પ્રમુખ ગીરીશભાઈ અકબરી, ઉપ પ્રમુખ નીરજ અઢિયા, પ્રોજેકટ ચેરમેન ચેતન વ્યાસ દ્વારા જણાવવામાં આવેલ છે.સંસ્થા ટૂંક સમયમાં કેપેસિટી વધારો કરવા પણ પ્રયત્નશીલ છે તેવું પ્રતીક ભાઈ અઢિયા દ્વારા જણાવવામાં આવેલ છે. લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ના ગુજરાત સ્ટેટ ચેરમેન દિવ્યેશભાઈ સાકરીયા એ જણાવેલ કે સમગ્ર ગુજરાત ની લાયન્સ કલબો અત્યારે સરકાર શ્રી ના માર્ગદર્શન મુજબ વેકસિન અંગે ની જાગૃતિ, માર્ગદર્શન, ઓકસીજન બેંક,વિગેરે સેવા ઓ થકી સમાજ પ્રત્યે નું પોતાનું ઋણ અદા કરી રહી છે. આ લોક હિત પ્રોજેકટ માં લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડના સેક્રેટરી અચ્યુત પટેલ, ટ્રેઝરર ડેનિશ સિણોજીયા, અડ્મિનિસ્ટ્રેટર સંજય કલાકાણી, પ્રતીક અઢિયા, ડો.પ્રીયુલ શાહ, રમેશ રામાણી, કિશોર વદ્યાસીયા, ઉમેશ ભલાણી,કૃણાલ રાબડીયા, કિશાન ભલાણી, વિનોદ ઠક્કર,જીતેન્દ્ર લાખાણી, દેવેન્દ્ર રૂપારેલીયા,અતુલ મારૂ,વિગેરે પ્રયત્ન શીલ છે.

(3:02 pm IST)