Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

વિજયનગરમાં બાથરૂમમાં વોટર હિટરમાંથી વિજકરંટ લાગતાં નિર્મળાબેન લાંબાનું મોત

રાજકોટ તા. ૨૬: કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે વિજયનગર-૧માં રહેતાં નિર્મળાબેન દેશળભાઇ લાંબા (ઉ.વ.૩૯)નું વિજકરંટથી મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

નિર્મળાબેન ઘરના બાથરૂમમાં હતાં ત્યારે વોટર હિટરમાંથી જોરદાર કરંટ લાગતાં બેભાન થઇ પડી ગયા હતાં. તેમેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પતિ પેટ્રોલ પંપમાં નોકરી કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(11:39 am IST)