Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

રોજમદાર કામદાર - કર્મચારીઓની તરફેણમાં ગ્રેચ્યુઇટી ચુકવણીનો મહત્વનો હુકમ

જીતેન્દ્ર ખીલોસીયાએ ગ્રેચ્યુઇટી સંદર્ભે માંગેલી દાદ અંતર્ગત પોણા બે લાખ ચુકવવા હુકમ

રાજકોટ, તા.,ર૬: નાયબ શ્રમ આયુકતની કચેરીના નિયંત્રણ અધિકારીએ ગ્રેચ્યુઇટી ચુકવણી સંદર્ભે જીતેન્દ્ર હરગોવિંદ ખીલોસીયા નામના રોજમદાર કામદાર/કર્મચારીઓએ દાખલ થયાથી નિવૃતી કે અવસાન સુધીના સમયની સળંગ નોકરી સાથે ગ્રેચ્યુઇટીની રકમ મેળવવા સંદર્ભે માંગેલી દાદ અંગે મહત્વનો ચુકાદો કર્મચારી-કામદારોની તરફેણમાં આવ્યાનું રાજેશ શાહ નામના કર્મચારી પ્રતિનિધિએ પોતાની પ્રેસયાદીમાં જણાવ્યું છે.

આ બારામાં નિયંત્રણ અધિકારી ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ ૧૯૭ર અને મદદનીશ શ્રમ આયુકત જે.એ.મકવાણાએ તા.ર૬ માર્ચના હુકમ કર્યો છે. આ હુકમમાં જણાવાયું છે કે શહેર માર્ગ અને મકાન વિભાગ, રાજકુમાર કોલેજ સામે, ડો. યાજ્ઞીક રોડ રાજકોટ ખાતે ફરજ બજાવતા જીતેન્દ્ર હરગોવિંદ ખીલોસીયાએ ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ ૧૯૭રની કલમ ૭ હેઠળ તેમની લ્હેણી નિકળતી ગ્રેચ્યુઇટીની રકમ વ્યાજ સાથે મેળવવા મારા સમક્ષ અરજી કરી હતી. આ અરજી સંદર્ભે પક્ષકારોને બચાવની પુરતી તકો આપ્યા બાદ જીતેન્દ્ર હરગોવિંદ ખીલોસીયાને તેમની લ્હેણી નીકળતી રકમ ૧,૬૮,પ૩૧ તા.૧-૧૧-ર૦૧૮ થી જે તારીખે રકમ ચુકવવામાં આવે ત્યાં સુધીના સમય માટે ૧૦ ટકા લેખે સાદા વ્યાજ સહીત પરંતુ ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ ૧૯૭રની કલમ ૮ની જોગવાઇ મુજબ મૂળ રકમ કરતા વ્યાજની રકમ વધારે ન હોવાનીમર્યાદાને ધ્યાનમાં રાખી થતા વ્યાજની રકમ દિવસ-૩૦માં ચુકવવા હુકમ કર્યો છે.

(4:17 pm IST)