Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

પરમેશ્વર ફુંકવાલે રાજકોટના ડિવિઝનલ રેલ મેનેજર તરીકે કાર્યભાર સંભાળ્યો

રાજકોટ, તા. ર૬ :  શ્રી પરમેશ્વર ફુંકવાલે રાજકોટ ડિવિઝનના નવા ડિવિઝનલ રેલ મેેનેજર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. ભારતીય રેલવે એન્જિનિયરીંગ સેવાના ૧૯૮૮ બેચના વરિષ્ઠ અધિકારી તરીકે શ્રી ફુંકવાલે SGS/TS ઇન્દોરથી સિવિલ એન્જિનિયરીંગ (ગોલ્ડ મેડલ) તથા IIT કાનપુરથી માસ્ટર્સની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે પશ્ચિમ રેલ્વેમાં વિભિન્ન મહત્વપૂર્ણ પદો પર કાર્ય કરેલ છે. જેમાં કાર્યપાલક એન્જિનિયર, વરિષ્ઠ મંડલ, એન્જિનિયર, ઉપમુખ્ય એન્જિનિયર તથા અપ મંડલ રેલ પ્રબંધક અમદાવાદ સામેલ છે.

આરડીએસઓ લખનૌમાં નિર્દેશક અને કાર્યકારી નિર્દેશકના પદ પર કાર્ય સંભાળતા તેમણે રેલ પથ અને પુલો પર સંશોધનમાં વિશેષ યોગદાન આપ્યુ. ડિવિઝનલ રેલ મેનેજર રાજકોટમાં પદભાર ગ્રહણ કરતા પહેલા તેઓ અગાઉ રેલ ભરતી બોર્ડ અમદાવાદના અધ્યક્ષ હતા.

રેલ વેલ્ડીંગ તથા રેલીના અલ્ટ્રાસોનિક પરીક્ષણની ટેકનિકમાં મહત્વપૂર્ણ સુધારાઓમાં તેમનો ફાળો રહ્યો છે. ભારતીય રેલમાં ઉચ્ચ અકસેલ લોડનો આરંભ કરવામાં તેમજ રેલ પથ તથા પુલો પર તેની અસર પર અભ્યાસ કરવામાં પણ તેમણે વિશેષ ફાળો આપેલ છે તેમને રેલ્વેમાં માનવશકિત નિયોજનનો મહત્વપૂર્ણ અનુભવ છે અને ભરતી માટે ઓનલાઇન પરીક્ષાઓના આયોજનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે તેમના દ્વારા સુચિત કરેલ પ્રક્રિયા ફેરફારોથી રેલ્વે ભરતી બોર્ડમાં સો કરોડથી વધુ રાજસ્વની બચત થઇ છે.

તેમને પર્યાવરણ રેલ પથ અને પુલ પર તેમના ઘણા ટેકનિકલ રિસર્ચ પેપ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત છે. તેઓ તેમના રિસર્ચ પેપર ચીન, કેનેડા તથા દિલ્હીની આંતરરાષ્ટ્રીય કોફરન્સમાં પ્રસ્તુત કરી ચુકયા છે. ઇન્ટરનેશનલ હેવી હોલ એસોસિએશન, અમેરિકા દ્વારા તેમને ટેકનિકલી પેપર્સ મુલ્યાંકનની આંતરરાષ્ટ્રીય સમિતિમાં  નામિત કરવામાં આવેલ છે તેમને મહાપ્રબંધક પુરસ્કાર, સર્વશ્રેષ્ઠ પેપર માટે કે સીસૂદ સ્મૃતિ સ્વર્ણ પદ તથા ઇન્ટરનેશનલ હેવી હોલ એસોસિએશન, અમેરિકાના સર્વશ્રેષ્ઠ પેપર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે.

તેઓ વિવિધ અધ્યયનો તથા પ્રશિક્ષણ હેતુથી સ્વીડન, ડેનામાર્ક, ફ્રાન્સ, જર્મની, ચીન, કેનેડા, મલેશિયા તથા સિંગાપુરનો પ્રવાસ કરી ચુકયા છે. શ્રી ફુંકવાલ સાહિત્યમાં ઉંડી રૂચિ ધરાવે છે અને તેમની કવિતાઓ હિંદીની પ્રતિષ્ઠિત સાહિત્યિક પત્રિકાઓમાં નિયમિત રીતે પ્રકાશિત થતી રહે છે.

(4:16 pm IST)
  • નિરવ - મેહુલના વાહનોની હરરાજી : ૩.૨૯ કરોડ મળ્યા : નીરવ મોદીના ૧૦ અને મેહુલ ચોકસીના ૨ વાહનોની સફળ હરરાજી : પીએમએલએ કોર્ટના આદેશનો સફળ અમલ : ઈ-હરરાજીમાં ૩.૨૯ કરોડ ઉપજ્યા. access_time 3:32 pm IST

  • મની લોન્ડરિંગ મામલે ઇડીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી :એડીએ આરોપમાં ઉલ્લેખ કર્યો છે કે દિલ્હી,પંચકુલા અને સિરસામાં ચાર સંપત્તિઓ વિષે 3, 68 કરોડ ની અસ્થાયી સંપત્તિ અને ચૌટાલા અને તેના પરિવાર જનોના બેન્ક ખાતામાં ગેરકાયદે રોકડ જમા કરીને આવકથી વધુ સંપત્તિને કાયદેસર બનાવી access_time 1:05 am IST

  • રાજકોટના તમામ ATM બંધ થયા : એસબીઆઇમાં ઓફલાઇન બતાવે છેઃ ઇન્ટરનેટ કનેકટ થતું ન હોય અથવા સર્વરમાં વાંધો સર્જાયાનું મનાય છે. access_time 4:07 pm IST