Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ગુજરાતી ફિલ્‍મ ‘‘પાત્ર'': ચિત્રકારનું જીવન ફિલ્‍મી પડદે આલેખાયું

ચિત્રકાર કે.આર.યાદવની બાયોપિકઃ કલાક્ષેત્રે ગુજરાતની પ્રથમ ફિલ્‍મ સર્જવાનું શ્રેય રાજકોટના ભુપતભાઇ બોદરને ફાળે... : ફિલ્‍મ પ્રોડયુસર ભૂપત બોદરનો પ્રયોગઃ ચિત્ર-અભિનય કલાનો અપૂર્વ સંગમ રચાયોઃ ફિલ્‍મ રીલીઝ પૂર્વે જ પાંચ એવોર્ડ પ્રાપ્‍ત થયાઃ વેકેશનમાં રજૂ થનારી ફિલ્‍મ અચૂક માણવા જેવી

રાજકોટ તા. ર૬ :  ઢોલીવુડના હુલામણા નામની પ્રખ્‍યાત આપણી પ્રાદેશિક ગુજરાતી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝનો અત્‍યારે સુવર્ણકાળ ચાલી રહ્યો છે. ગુજરાતી ફિલ્‍મ નિર્માતાઓ હવે મેઇન સ્‍ટ્રીમથી તદન વિપરીત પ્રયોગાત્‍મક અને લોકોને માણવી અને સમજવી ગમે તેવી ફિલ્‍મો બનાવવા લાગ્‍યા છે અને આવી ફિલ્‍મોને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ અને આવકાર પણ મળવા લાગ્‍યો છે. ગુજરાતી ફિલ્‍મોની સફળતા ગુજરાતની સરહદો વટાવી આંતર રાષ્‍ટ્રીય કક્ષાએ પણ પહોંચવા લાગી છે. ગુજરાતી ચિત્રપટના ૮૬ વર્ષના દીર્ઘકાલીન ઇતિહાસમાં દેવી-દેવતાઓ, સંતો, સતીઓરાજા-મહારાજા અને બહાવટીયાઓ, મહાનુભાવો અને નેતાઓનું જીવન કથન રજુ કરતી બાયોપીક કક્ષાની કઇ કેટલીય ફિલ્‍મો અત્‍યાર સુધીમાં રજૂ થઇ છે. અને તેમાંની ઘણી સફળ પણ થઇ છે ત્‍યારે ગુજરાતના જ ચિત્રકારનું જીવન કથન અને તેની ચિત્રની કળાને જીવાડવાનો સંઘર્ષ રજુ કરતી સૌ પ્રથમ ફિલ્‍મ પાત્ર' વેકેશનમાં ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં વિદેશોમાં રિલીઝ થવાની છે. થિયેટરોમાં રિલીઝ થતા પહેલા જ ૩ ઇન્‍ટરનેશનલ કક્ષાના સહિત કુલ પ એવોર્ડ જીતી ચુકેલી આ ફિલ્‍મ ગુજરાતી ચિત્રપટની દુનિયામાં નવા નવા રેકર્ડ સર્જે તો પણ નવાઇ નહીં લાગે.

શિવમ-જેમીન એન્‍ટરપ્રાઇઝ પ્રા. લિ. પ્રસ્‍તુત પાત્ર' ફિલ્‍મએ ગુજરાતના જ જાણીતા ચિત્રકાર કે. આર. યાદવના જીવનનો સંઘર્ષ રજુ કરતી સત્‍યઘટના ઉપર આધારિત ફિલ્‍મ છે. આ ફિલ્‍મને ગુજરાતી વિષયના જાણીતા ડાયરેકટર ભાવિન ત્રિવેદીએ ડાયરેકટર કરી છે. જયારે આપણા શહેર રાજકોટના જ જાહેર જીવનના આભૂષણ સમા જમીન-મકાન-કન્‍સ્‍ટ્રકશન, હોટલ, પેટ્રોલીયમ તેમજ કોટનના વ્‍યવસાય સાથે સંકળાયેલા અસંખ્‍યા સેવા સંસ્‍થાઓને આર્થિક અને સામાજિક હુંફ આપનાર, વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા મનના માલેતુજાર માનવી  શહેર ભાજપ અગ્રણી ભુપતભાઇ બોદર તેમજ સૌરાષ્‍ટ્ર - કચ્‍છ સ્‍ટોક એકસચેન્‍જના ડાયરેકટર જૈન સ્‍થાનકવાસી મોટા સંઘ તેમજ સરદારનગર ઉપાશ્રયના ટ્રસ્‍ટી યુવા જૈન અગ્રણી મિલન મીઠાણી તેમજ શહેરના અન્‍ય જાણીતા યુવા અગ્રણી વિરલ પટેલ દ્વારા પ્રોડયુસર કરવામાં આવી હોવાનું અકિલા' ની મુલાકાતે આવેલ આગેવાનોએ જણાવ્‍યું હતું.

પાત્રફિલ્‍મના પ્રોડયુસર ભુપત બોદર અને તેની ટીમને ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝનો બહોળી અનુભવ પ્રાપ્‍ત થયો છે. તેઓ આ અગાઉ દુઃખીયાના બેલી બાપા સીતારામ' જેવી પરગજુ પ્રવૃતિના અલગારી ઓલીયા જેવા  સંતનો જીવનગાથા રજૂ કરતી સફળ હીટ ફિલ્‍મ સહિત કુલ ૪ ગુજરાતી અને મરાઠી ફિલ્‍મો રજૂ કરી ચૂકયા છે. જેમાં રમા માધવ', ‘હોસ્‍ટેલ ડે' અને પ્રેમ મંજે પ્રેમ મંજે પ્રેમસ' નો સમાવેશ થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે તેમની  પ્રથમ ગુજરાતી ફિલ્‍મ દુઃખીયાના બેલી બાપા સીતારામ' માટે રાજય સરકાર તરફથી એવોર્ડ અને પુરસ્‍કાર કરવામાં આવ્‍યું હતું જેનો ભુપતભાઇ બોદરે સાદર સ્‍વીકાર કરી મળેલ રકમ કન્‍યા કેળવણી માટે અર્પણ કરી હતી. આ ઉપરાંત આ ફિલ્‍મમાં ભારતની સ્‍વર કિન્‍નરી ભારત રત્‍ન લતાજીએ રપ વર્ષ પછી દુઃખીયાના બેલી બાપા સીતારામ' માટે ગીત ગાયું હતું.

પાત્ર' ફિલ્‍મના પ્રોડયુસર એવા ભુપતભાઇ બોદર જણાવે છે કે હિન્‍દી ફિલ્‍મોમાં તો રમત-ગમત અને કળાને ઉજાગર કરતી ઘણી ફિલ્‍મો આવી ગઇ પણ ગુજરાતી ફિલ્‍મોમાં આવા પ્રકારની એમાંય ખાસ કરીને ચિત્રકારની કળાની વાત રજૂ કરતી ફિલ્‍મનો અત્‍યાર સુધી કયારેય આવી જ નથી. પાત્ર' ફિલ્‍મ એ ગુજરાતના જ ચિત્રકાર કે. આર. યાદવના જીવનની સત્‍ય ઘટનાઓને રજૂ કરતું ચિત્રપટ છે. જેણે હંમેશા તેના જીવનમાં પૈસા અને પરિવાર કરતા પણ ચિત્રકળાને વધારે પ્રાધાન્‍ય આપ્‍યું હતું. પાત્ર' એ માત્ર ફિલ્‍મ નહીં, પરંતુ કલાકરના કલા માટેનો સંઘર્ષ અને સમર્પણને આદરાંજલી છે. આ ફિલ્‍મનું શુટીંગ રાજકોટ, ગોંડલ, વિરપુર, જેતપુર અને ખાડીયા (અમદાવાદ) ના વિસ્‍તારોમાં માત્ર રર દિવસના ટૂંકાગાળામાં કરવામાં આવ્‍યું છે. જેમાં કે.આર. યાદવનું મુખ્‍ય પાત્ર અનેક મરાઠી અને હિન્‍દી ફિલ્‍મોમાં સહકલાકારની ભુમિકા ભજવેલ.

પાત્ર ફિલ્‍મ ગુજરાત સહિત ભારતભરના થિયેટરોમાં તો આ વેકેશનમાં રજૂ થવાની છે પરંતુ રિલીઝ થતા અગાઉ જ આ ફિલ્‍મને અત્‍યાર સુધી કુલ પ એવોર્ડ મળી ચૂકયા છે અને ૩૦થી વધુ એવોર્ડ મળવાની પૂરેપૂરીશકયતા છે. અમેરિકા ખંડના સૌથી જુના અને પ્રખ્‍યાત ૬૬ માં કોલંબલ એવોર્ડ માટેપાત્ર' ફિલ્‍મની બેસ્‍ટ ફિલ્‍મમાં પસંદગી થઇ છે.  આ ઉપરાંત ૩ જા ઇન્‍ડીયન વર્લ્‍ડ ફિલ્‍મ ફેસ્‍ટીવલનો જયુરી એવોર્ડ' છત્રપતિ શિવાજી ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટીવલ અને નોઇડા ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ  ફેસ્‍ટીવલ-ર૦૧૯માં આ ફિલ્‍મના ડાયરેકટર ભાવિન ત્રિવેદીને બેસ્‍ટ ડાયરેકટર'ના એવોર્ડ પણ ફિલ્‍મ પાત્ર' માટે મળ્‍યા છે અને ઇન્‍ટરનેશનલ ગુજરાતી ફિલ્‍મ ફેસ્‍ટીવલ માટે પણ પાત્ર' ફિલ્‍મ પસંદ થઇ છે તથા દાદા સાહેબ ફાળકે ફિલ્‍મ ફેસ્‍ટીવલ માટે પણ આ ફિલ્‍મ પસંદગી કરવામાં આવી છે. પાત્ર ફિલ્‍મના ડાયરેકટર ભાવિન ત્રિવેદી આ અગાઉ રોલ નં.પ૬' નામની ગુજરાતી સફળ ફિલ્‍મ પણ ડાયરેકટર કરી ચૂકયા છે.

તસ્‍વીરમાં અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ફિલ્‍મ નિર્માતા શ્રી ભુપતભાઇ બોદર (મો.૯૮રપ૦ ૪૬૭પ૯), શ્રી મીલનભાઇ મીઠાણી, શ્રી ભાવિન ત્રિવેદી (દિગ્‍દર્શક), શ્રી દિલીપભાઇ પટેલ (એડવોકેટ), શ્રી પ્રવિણભાઇ કિયાડા અને શ્રી નિલેશ ખુંટ નજરે પડે છે (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:11 pm IST)