Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

વિભાણી જાડેજા પરિવારના સુરાપુરાડાડાની યાદમાં ગુરૂવારે નકળંક વીડીમાં વિષ્‍ણુયાગ યજ્ઞ

સંતો- મહંતો આશીર્વચન પાઠવશેઃ રાજવી પરિવારની પ્રેરક ઉપસ્‍થિતિઃ તડામાર તૈયારી

રાજકોટ,તા.૨૬: વિભાણી જાડેજા પરિવારના સુરાપુરાડાડાની યાદમાં ભવ્‍યતી ભવ્‍ય ૧૧- કુંડી વિષ્‍ણુયાગ યજ્ઞ ચૈત્ર-વદ તેરસ તા.૨ મે ને ગુરૂવારના રોજ આયોજન કરવામાં આવ્‍યું છે. રાજકોટથી બેડી હડમતીયા જતા રેલ્‍વે માર્ગ ફાટકના સામેના રસ્‍તે નકળંક વીડી વિસ્‍તારમાં રાજકોટ ઠાકોર સાહેબ બાંભણિયાજીડાડા તથા હરધ્રોળ ફાટયા. અખેરાજજીડાડા તેમજ તેમના બે પુત્રો ડુંગરજીડાડા તથા જીયજીડાડા ગાયોના રક્ષા માટે કામ આવેલા છે. તેમની ડેરીના સ્‍થાનકે આ મહાયજ્ઞ યોજાયેલ છે. યજ્ઞ સવારે ૮ કલાકે શરૂ થશે. બિડું બપોરે ૩:૩૫ કલાકે હોમાશે.

આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે સંતો શ્રી નિખિલ દેવજી- વઘાસિયા, શ્રી પાલુ ભગત- કાળીપાટ, શ્રી મહિચૈત્‍નયા બ્રહ્મચારીજી- રાજગઢ, બારોટશ્રી વિભાણી પરિવાર તથા હરધ્રોળ પરિવાર આશિર્વચન પાઠવશે. રાજવી પરિવાર ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજસાહેબ શ્રી જયદીપસિંહ જાડેજા ઉપસ્‍થિત રહેશે.

કોઠારીયા દરબાર સાહેબ, પાળ દરબાર સાહેબ, લોધિકા ૧, ૨ દરબાર સાહેબ, ગોવદરીદળ દરબાર સાહેબ, ગઢકા દરબાર સાહેબ, શાપર દરબાર સાહેબ, સમસ્‍ત રાજકોટ જાડેજા ભાયાત તથા હરધ્રોળ જાડેજા ભાયાત પરીવાર ઉપસ્‍થિત રહેશે. યજ્ઞ શાષાી શ્રી ડોલરરાય વલ્લભરાય ત્રિવેદી- પડધરીના આચાર્યપદે યોજાયેલ છે.

આયોજનને સફળ બનાવવા સર્વશ્રી જયેન્‍દ્રસિંહ જગુભા જાડેજા (રાજગઢ), દિલીપસિંહ એમ.જાડેજા (વેજાગામ), વનરાજસિંહ એમ.જાડેજા (વાવડી), આર.ડી.જાડેજા (છેલ્લી ઘોડી), રાજદીપસિંહ એમ.જાડેજા (વાવડી), રામદેવસિંહ આર.જાડેજા (રાજગઢ), રામદેવસિંહ આર. જાડેજા (નાનામવા), કૃષ્‍ણસિંહ વી.જાડેજા (વચલીઘોડી), કરણસિંહ એમ.જાડેજા (નાના મવા), હારીતસિંહ બી.જાડેજા (રાજ સમઢીયાળા), યોગરાજસિંહ એમ.જાડેજા (વાવડી) અને ખોડુભા આર. જાડેજા (ઈન્‍કમ ટેકસ) જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:08 pm IST)