Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

કાલે ફિર આને લગે યાદ વો ભાગ - ૭: જૂના સુપર ડુપર હિટ ગીતોની હારમાળા

ઓશો સન્યાસી અશોક લુંગાતર અને મહેષ શુકલ પ્રસ્તુત

રાજકોટઃ ઓશો સન્યાસી સ્વામિ શ્રી અશોક લુંગાતર તથા શ્રી મહેષ શુકલ પ્રસ્તુત તા.૨૭ને શનિવારના રોજ ઓરકેસ્ટ્રા બાગે શ્રી દ્વારા જુના સુપર ડૂપર હિટ ગીતોનો કાર્યક્રમ ફિર આને લગે યાદ વો ભાગ-૭ના ટાઈટલથી રાત્રે ૯:૧૫ વાગ્યે મણિયાર હોલ જયુબેલી બાગ ખાતે આમંત્રીતો માટે રાખવામાં આવ્યો છે.

કાર્યક્રમમાં અતિથી વિશેષ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક શ્રી સ્વામી સત્ય પ્રકાશ છે. ગાયક કલાકારવૃંદમાં સોનલ થાપા, મહેષ શુકલ, જયા મિસ્ત્રી, ડી.કે.ઉપાધ્યાય, ભૂમિ પટેલ, મીના મહેતા, અશોક લુંગાતર જેઓના મુલાયમ કંઠથી સૌને મંત્રમુગ્ધ કરશે. એન્કરીંગ- દિનેશ બાલાસરા, ઓરકેસ્ટ્રા- ઈમ્તીયાઝ સૈયદ, મ્યુઝીક એરેન્જર (ઓરગન), ગુંજન મહેતા- રીધમ એરેન્જર (મલ્ટી રીધમીસ્ટ), રૂષિક પરમાર (ગિટાર), ભાર્ગવ ઉમરાણીયા (ઓકટોપેડ), ફિરોજ શેખ (ડ્રમ), ગીરીશ વાઘેલા (તબલા), હાર્દિક સોલંકી (ઢોલક), પારસ વાઘેલા (કોન્ગો), સાઉન્ડ સિસ્ટમ- આલાપ સાઉન્ડ (આરિફડેલા)નું છે.

અપ્રેએ જણાવવું જરૂરી છે કે સ્વામી અશોક લુંગાતર દ્વારા ૧૫ દિવસ પહેલા તેમનું નાટક ''ડાહયા ઘરમાં બધાજ ગાંડા''નો ૩૫મો શો હેમ ગઢવી હોલમાં રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

વિશેષ માહિતી માટે અશોક લુંગાતર મો.૯૮૨૪૪ ૯૨૩૯૨, સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬

(4:19 pm IST)