Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

લીંબુડીવાડી રોડની બાંધકામની સાઇટ પરથી ધંધુકા પંથકની સગીરાનું અપહરણ

કેવલ આહિર નામનો શખ્સ ભગાડી ગયોઃ બહાર ગયેલા માતા-પિતાએ દિકરીને ફોન જોડતાં કેવલે રિસિવ કરતાં ખબર પડી

રાજકોટ તા. ૨૬: રૈયા રોડ પર લીંબુડીવાડી મેઇન રોડ પરની નવા બંધાતા બિલ્ડીંગની સાઇટ પરથી મુળ ધંધુકા પંથકની સગીરાને કેવલ આહિર નામનો શખ્સ ભગાડી જતાં ગાંધીગ્રામ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

પોલીસે મુળ ધંધુકાના હરીપુરાના હાલ રાજકોટ એસઆરપી કેમ્પ ઘંટેશ્વર સામે વર્ધમાન નગર લાઇફ સાઇટ બાંધકામની સાઇટ પર રહેતાં ગંભુભાઇ દિપાભાઇ ચોૈહાણ (કોળી) (ઉ.૩૭)ની ફરિયાદ પરથી કેવલ આહિર નામના શખ્સ સામે અપહરણનો ગુનો નોંધ્યો છે.

ગંભુભાઇના કહેવા મુજબ તે લાઇફ સાઇટ બાંધકામની સાઇટ પર સિકયુરીટી તરીકે નોકરી કરે છે. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તા. ૬ના રોજ પોતે પરિવારજનો સાથે લીંબુડી વાડી મેઇન રોડ પર અર્બન બાંધકામની રવિભાઇ ઠક્કરની સાઇટ છે ત્યાં આવ્યા હતાં અને અહિ સિકયુરીટી તરીકે કામ શરૂ કર્યુ હતું. ૧૬/૪ના પોતે તથા પત્નિ મોચીબજારમાં ખરીદી કરવા ગયા હતાં. ત્યારે ચારેય સંતાન સાઇટ પર હતાં. બજારમાંથી જ ૧૬ વર્ષની મોટી પુત્રી સહિત સંતાનોના ખબર પુછવા મોટી પુત્રીને ફોન જોડતાં એક છોકરાએ ફોન ઉપાડ્યો હતો અને પોતે કેવલ આહિર બોલતો હોવાનું તેમજ તમારી પુત્રી મારી સાથે છે તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. સાઇટ પર તપાસ કરતાં મોટી દિકરી જોવા મળી નહોતી.  બીજા સંતાનોને પુછતા પોતાને બહેન બાબતે કંઇ ખબર નહિ હોવાનું કહ્યું હતું. શોધખોળ બાદ અંતે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

પી.આઇ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં એએસઆઇ જે. એસ. હુંબલે ગુનો નોંધ્યો છે. પીએસઆઇ આર. એસ. પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)
  • ભરૂચ:ઝઘડિયામાં વર્ષ 2016માં 11 વર્ષીય દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મનો મામલો: ભરૂચ પોકસો કોર્ટે આરોપીને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી:દિવ્યાંગ કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ આચર્યું હતું દુષ્કૃત્ય access_time 9:07 pm IST

  • નિરવ - મેહુલના વાહનોની હરરાજી : ૩.૨૯ કરોડ મળ્યા : નીરવ મોદીના ૧૦ અને મેહુલ ચોકસીના ૨ વાહનોની સફળ હરરાજી : પીએમએલએ કોર્ટના આદેશનો સફળ અમલ : ઈ-હરરાજીમાં ૩.૨૯ કરોડ ઉપજ્યા. access_time 3:32 pm IST

  • ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ ઉપર પત્નીને માર મારવાનો આરોપઃ દિલ્હીની કોર્ટમાં છુટાછેડાનો કેસ દાખલ : ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ મુશ્કેલીમાં: પત્ની નીતિએ દિલ્હી હાઇકોર્ટમાં છુટાછેડાની અરજી દાખલ કરીઃ માર મારવા તથા હેરાનગતિના આરોપઃ ૨૦૧૮માં વિપ્લવ દેવ CM બન્યા હતાં. access_time 4:06 pm IST