Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મેટોડા જીઆઈડીસીમાં રાજકોટની સુનિતાને પતિ રાજેશે છરી ઝીંકી

ચારીત્ર્ય પર શંકા કરી હુમલો કર્યોઃ રાજેશ દેવીપૂજકની ધરપકડ

રાજકોટ, તા. ૨૬ :. મેટોડા જીઆઈડીસીમાં બુધવારી બજારમાં શાકભાજી વેચવા ગયેલ રાજકોટની દેવીપૂજક પરિણીતા પર પતિએ છરીથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી, લાલપરી પાસે માલધારી સોસાયટીમાં રહેતી સુનિતાબેન રાજેશભાઈ દેવીપૂજક (ઉ.વ. ૨૪) મેટોડા જીઆઈડીસી ગેઈટ નં. ૧ સામે આવેલ બુધવારી બજારમાં શાકભાજી વેચવા ગયેલ તે દરમિયાન અચાનક પાછળથી આવેલ તેના પતિ રાજેશ મેઘજીભાઈ સોલંકીએ પત્નિના ચારીત્ર્ય પર શંકા કરી છરીથી હુમલો કરતા સુનિતાને ડાબા હાથના કાંડામાં ઈજા થઈ હતી અને બાદમાં આ અંગે કોઈને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને બાદમાં માણસો ભેગા થઈ જતા રાજેશ ભાગી છૂટયો હતો.

ઈજાગ્રસ્ત સુનિતાએ તેના પતિ રાજેશ દેવીપૂજક સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ કરતા પીએસઆઈ ગોહિલ તથા એએસઆઈ હરદીપસિંહ સહિતના સ્ટાફે આરોપી રાજેશ સોલંકીને ઝડપી લઈ ધરપકડ કરી હતી.

(3:30 pm IST)
  • ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ ઉપર પત્નીને માર મારવાનો આરોપઃ દિલ્હીની કોર્ટમાં છુટાછેડાનો કેસ દાખલ : ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ મુશ્કેલીમાં: પત્ની નીતિએ દિલ્હી હાઇકોર્ટમાં છુટાછેડાની અરજી દાખલ કરીઃ માર મારવા તથા હેરાનગતિના આરોપઃ ૨૦૧૮માં વિપ્લવ દેવ CM બન્યા હતાં. access_time 4:06 pm IST

  • જામનગર- ખંભાળિયા રોડ વચ્ચે વાડીનાર નજીક આવેલ એક મહાકાય કંપનીમાં કોલસા કૌભાંડ અંગે કરોડો રૂપિયાની ફરિયાદ નોંધાવવા તજવીજ ;જોકે વાડીનાર પોલીસ આ વિષે મૌન સેવી રહયું છે access_time 11:11 pm IST

  • રાત્રે દિલ્હીમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી :ફાયર બ્રિગેડની 26 ગાડીઓ પહોંચી :દિલ્હીની ઝિલમિલ ઈન્ડ્રસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલની ફેકટરીમાં ભયાનક આગ ;દૂર દૂર સુધી આગની જવાળાઓ દેખાઈ access_time 1:09 am IST