Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

કાલે મહામાયા હિંગળાજ શકિતપીઠે પાટોત્સવ

ચોટીલા નજીક કાળાસર-મોટી મોલડી ખાતે ભાવિકો ઉમટશેઃ નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજનઃ ભાવિકોને ઉમટી પડવા મહંત પૂ. મનસુખગિરિજી અને રજનીશગિરિજીનું આમંત્રણ

 

મહામાયા હિંગળાજ શકિતપીઠ મહંત પરિવારના રજનીશગિરિજી સાથે રવીન્દ્રપુરી ગોસ્વામી, ગૌવર્ધન બાવળિયા નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૬ :... મહામાયા શ્રી હિંગળાજ શકિતપીઠ ખાતે દિવ્યોત્સવ ઉજવાશે. આવતીકાલે તા. ર૭ ના શનિવારે ચોટીલા પાસે કાળાસર-મોટી મોલડી ખાતે બિરાજતા શ્રી હિંગળાજ માતાજીનો પાટોત્સવ ધામધુમથી ઉજવાશે.

શકિતપીઠના પૂજારી શ્રી રજનીશગિરિજી 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, આવતીકાલે ૧૯મો પાટોત્સવ સવારના ૭ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી  ઉજવવામાં આવશે. કાલે સવારે ૭ વાગ્યે ધ્વજારોહણ થશે. ૭.૩૦ વાગ્યે ગણેશ પૂજન, ૯ વાગ્યે મંગલ આરતી થશે. સવારે ૧૦ વાગ્યે દિવ્ય માહોલમાં નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. ૧૧.૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.  સાંજે ૩-૩૦ વાગ્યે બીડું હોમશે.

સમગ્ર આયોજનના અધ્યક્ષપદે શ્રી દાદાબાપુ નાનાબાપુ ખાચર પરિવારના દરબાર શ્રી જયવીરભાઇ ખાચર, મહાવીરભાઇ ખાચર, છત્રજિતભાઇ ખાચર ઉપસ્થિત રહેશે. ચોટીલા મહંત શ્રી ભભૂતગિરિબાપુ તથા ચામુંડા માતાજી મહંત પરિવાર પધારશે. મુખ્ય રાજમાનપદે થાનગઢના અનિલભાઇ ગોધવાણી છે. આ પ્રસંગે મહેમાનપદે દરબાર ભરતભાઇ બી. ધાધલ, જગદીશભાઇ કકૈયા, હિરેનભાઇ દુબલ, હિંગરાજિયા પરિવાર, બી.કે. શ્રીમાળી, ઇશ્વરભાઇ પટેલ, આશિષભાઇ માળી, ભુપેન્દ્રભાઇ હિંગોળ, ફ્રેન્ડસ કલબ-રાજકોટ, વજુભાઇ ગઢવી, વિપુલભાઇ રાઠોડ, લીનાબેન વખારિયા, પુનિતાબેન પંજાબી, નારણભાઇ ભરવાડ, હરીશભાઇ માંડલિયા, અલ્પાબેન નારણભાઇ, હસમુખગિરિ ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહેશે.

પાટોત્સવમાં દેશ-વિદેશથી ભાવિકો પધારશે. શકિતપીઠના મહંત પૂ. મનસુખગિરિજી તથા મહંત પરિવારના નીલમબેન ગોસ્વામી, રજનીશગિરિ ગોસ્વામી, શૈલેષગિરિ ગોસ્વામી વગેરેએ ભાવિકોને દર્શન -પ્રસાદનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે.

(11:39 am IST)