Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાજકોટ પોલીસ કડકાઈ જ નહીં માનવતા: પીઆઈ એચ.એમ. ગઢવીએ સંવેદનાનું પુરું પાડ્યું ઉદાહરણ

પગપાળા જતા પરિવારના બાળકો થાકી જતા બેસી ગયા : પીઆઈએ પોતાની જીપમાં બેસાડી ઘર સુધી પહોંચાડ્યા

રાજકોટ : લોકડાઉનના સમયમાં રસ્તા પર કારણ વિના ફરવા નીકળી પડતાં લોકોને પોલીસ કર્મચારી ક્રૂર લાગતાં હશે પરંતુ રાજકોટ પોલીસ જરૂરીયાત ધરાવતા વ્યક્તિઓ માટે દેવદૂત સમાન પણ સાબિત થાય છે. આ વાતનું ઉદાહરણ આજે રાજકોટ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ. ગઢવીએ પુરું પાડ્યું છે

 શહેરમાં લોકડાઉન હોવાથી એક પરિવારને સિવિલ હોસ્પિટલથી યુનિવર્સિટી રોડ સુધી જવા રિક્ષા મળતી ન હતી. તેવામાં આ પરિવાર ચાલતો જઈ રહ્યો હતો. રેસકોર્સ પહોંચતા સુધીમાં બાળકો થાકી જતાં પરીવાર ત્યાં બેસી ગયો અને થોડીવાર પછી માતા-પિતા બાળકોને તેડી ફરી ચાલવા લાગ્યા. આ સમયે ગઢવી ત્યાંથી પોતાની જીપમાં નીકળ્યા અને ચાર લોકોને જતા જોઈ પુછપરછ કરી. તેમને સમગ્ર વાતની ખબર પડી તો તેમણે પરીવારને પોતાની જીપમાં બેસાડી તેમના ઘર સુધી પહોંચાડ્યા.હતા

(10:16 pm IST)
  • ગુજરાતમાં નવા ત્રણ કોરોના પોઝિટિવ કેસ : કોરોનાથી વધુ એકનું મોત, કુલ કેસનો આંકડો 43 પર પહોંચ્યો, મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો access_time 11:34 am IST

  • જી-ટ્વેન્ટી દેશોની વિડીયો કોન્ફરન્સ બેઠક શરૂ થવા તૈયારી : ચીન અને રશિયા જોડાશે : કોરોના અંગે ચર્ચા : નરેન્દ્રભાઈ ભાગ લેશે access_time 4:31 pm IST

  • સાડા ચાર લાખની નજીક કોરોનાના કેસો પહોંચ્યા : મૃત્યુઆંક 20 હજાર સુધી પહોંચવા આવ્યો : 1,12,036 કેસો રિકવર થયા access_time 10:06 pm IST