Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

શહેરીજનોને દવાની ફ્રી હોમ ડીલેવરી માટે રાજકોટ કુરિયર એસો.ની તૈયારીઃ ઉદીત અગ્રવાલ

રાજકોટઃ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટ કુરિયર એસોસિએશનના હોદેદારો અને સભ્યો સાથે એક બેઠક કરી હતી જેમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અનુસંધાને કમિશનરએ કરેલી અપીલને એસોસિએશન દ્વારા ઉમળકા ભેર સહયોગ આપવામાં આવેલ. જે અનુસંધાને નાગરિકોને દવાની ફ્રી હોમ ડિલિવરી મળી રહેશે. તેમ કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું. આ અંગેનાં ફોન નંબર ત્થા વ્યવસ્થા ટુંક સમયમાં જાહેર થશે.

(4:24 pm IST)