Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કલેકટરનો પરીપત્રઃ જે કચેરીના અધિકારીઓ-કર્મચારીઓને કામગીરી સોંપી છે તે તમામે રોજે રોજ રીપોર્ટ આપવાનો રહેશે...

દવા-આવશ્યક ચીજ વસ્તુ-દૂધ-શાકભાજીના ઉત્પાદન-પરીવહન માટે વિવિધ અધિકારીઓની ટીમો બનાવાઇઃ એકશન પ્લાન મંગાયો... : રાજકોટ બહાર ગયેલા વિદ્યાર્થીઓ-લોકો જયાં છે ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા માટે ટીમો બનાવાઇઃ આવશ્યક ચીજ વસ્તુની હેરફેર માટે પ અધિકારીઃ મજૂરોને વેતન મળે - ઘરે રહે તે માટે ખાસ ટીમ

રાજકોટ,તા.૨૬: રાજકોટ જીલ્લા કલેકટરે આજે મહત્વનો પરિપત્ર ઇસ્યુ કરી ઉમેર્યું હતું કે ,નોવેલ કોરોના વાયરસ કે જેને  (WHO)દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે તાજેતરમાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસના સંકમણને નિયંત્રણમાં લાવવા ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયના તા.૨૪/૦૩/૨૦૨૦ના હુકમ થી, સમગ્ર દેશ/રાજયમાં તા.૨૫માર્ચથી ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા હુકમ સાથે આપતિના સમયમાં આપતિ વ્યવસ્થાપન માટેના માર્ગદર્શક સિધ્ધાંતો પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ માર્ગદશિકા મુજબ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા લોકડાઉન જાહેર કરાયેલ છે. સાથેસાથે માર્ગદશિકા અતંર્ગત આવશ્યક સેવાઓ/ચીજવસ્તુઓ નાગરિકોને કોઇપણ જાતના અવરોધ વિના સરળતાથી મળી રહે તે બાબત વહીવટીતંત્રએ સુનિશ્ચિત કરવાની રહે છે. લોકડાઉનના પ્રતિબંધિત સમયગાળા દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓના મેન્યુફેકચરીંગ, પ્રોસેસીંગ, ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ. ટ્રેડ/કોમર્સ, લોજીસ્ટીકસ, રીટેઇલીંગ, ડીસ્ટ્રીબ્યુશન સહિતની વ્યવસ્થાઓની દેખરેખ રાખવાની રહે છે. જે સારૂ સંલગ્ન આવશ્યક સેવાઓ/ચીજવસ્તુઓને લગત વિભાગ/કચેરીના અધિકારીઓને આ કામગીરી/ફરજો સોંપાઇ છે.

ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ ની કલમ-૩૩થી મળેલ અધિકારની રૂએ, રાજકોટ જિલ્લામાં લોકડાઉનના સમયગાળા દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ નાગરિકોને કોઇ પણ જાતના અવરોધ વિના સરળતાથી મળી રહે તે માટે આ સાથેના લગત વિભાગ/કચેરીના અધિકારીશ્રીઓને તેમની સામે દર્શાવેલ કામગીરીની ફરજસોપણી કરવાનો આથી હકમ કરવામાં આવે છે.

ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયનમ તા. ૨૪/૦૩ /૨૦૨૦૦હુકમથી પ્રસિધ્ધ કરાયેલ માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબની આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ થાય તે મુજબ માર્ગદર્શિકા અનુસાર આ હુકમથી સોંપાયેલ ફરજ મુજબના અધિકારીશ્રીઓએ જાતે અને તેમના તાબાની અધિકારીશ્રી/કર્મચારીઓની ટીમ બનાવી કરવાની રહેશે. જે સારૂ સંબંધિત અધિકારીશ્રીએ તાબાના અધિકારીશ્રી/કર્મચારીઓને ફરજ સોપણીના હુકમો તેમની કક્ષાએથી તુર્ત જ કરવાના રહેશે અને તે હુકમની નકલ આ કચેરીને ત્વરીત મળે તે રીતે ઇ-મેઇલ પર મોકલી આપવાની રહૈશે અને તેમના દ્વારા કરાયેલ કામગીરીનો અહેવાલ દરરોજ સાંજે ૬-૦૦ કલાકે રૂબરૂમાં અત્રેને કરવાનો રહેશે. લગત વિભાગ/કચેરીના અધિકારીશ્રી તરફથી જે ફરજ સોંપણી થાય તે પણ ડીઝસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૩ હેઠળ કરાયેલ ગણાશે.

ભારત સરકારશ્રીના તા.૨૪/૦૩/૨૦૨૦ના હુકમની અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇઓનો અમલ કરવાનો રહેશે.

સોંપાયેલ ફરજનો ઇન્કાર કે ફરજમાં ચુક કે બેદરકારીના પ્રસંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ- ર૦૦૫ની કલમ-૫૬ તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી.

આવશ્યક તમામ ચીજ વસ્તુની હેરફેર માટે પ અધિકારીઓ મુકાયા

(૧) શ્રી ડી. એન. ગોયાણી, નાયબ રાજયવેરા કમિશનર વર્તુળ-ર૩, મો. ૯૮૯૮૦ પ૮૩૦૪

(ર) શ્રી એન. સી. મહેતા, નાયબ રાજયવેરા કમિશનર, વિભાગ-૧૦

(૩) કુ. એ. એમ. ચેતરીયા, સહાયક રાજયવેરા કમિશનર, અન્વેષણ વિભાગ-૧૦,

(૪) શ્રી જે. એચ. ઠાકર, સહાયક રાજયવેરા કમિશનર, અપીલ

(પ) શ્રી કે. એસ. ગોહીલ, સહાયક રાજયવેરા કમિશનર, અન્વેષણ વિભાગ-૧૦

રાજકોટના દાણાપીઠ ફલોર મીલ એસોસીએશન, પલ્સ મીલ એસોસીએશન, રાઇસ એસોસીએશન, આટા મીલ એસોસીએશન વગેરેના સંપર્કમાં રહી રાજકોટ શહેરના કરીયાણા સ્ટોર્સમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓનો જથ્થો મળી રહે તે માટેનો એકશન પ્લાન તૈયાર કરી રજુ કરવાનો રહેશે અને તેની અમલવારી કરાવવાની રહેશે.

રાજકોટમાંથી બહાર ગયેલ વિદ્યાર્થીઓ -લોકો માટે જે તે સ્થળે વ્યવસ્થા કરવા ખાસ ટીમ

(૧) શ્રી આર. એસ. ઉપાધ્યાય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મો. નં. ૯૯૦૯૯ ૭૦ર૧૪

(ર) શ્રી એમ. જી. વ્યાસ, જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી મો. નં. ૯૯૦૯૯ ૭૧૬૯૪

(૩) શ્રી કિરીટસિંહ પરમાર, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી મો. ૯૯૭૮૯ ૮૮૭૮૯

(૪) શ્રી વિપુલ મહેતા, શિક્ષણ નિરિક્ષક શ્રી મો. નં. ૯૪ર૭ર ૧૩પ૧૪

રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લાના વિદ્યાર્થીઓ કે જે જિલ્લા કે રાજય બહાર અભ્યાસ અર્થે ગયેલ છે અને હાલ તે સ્થળે હોય તેવા વિદ્યાર્થીઓને રાજકોટ જિલ્લામાં  પરત ફરવાનું થાય તેવા પ્રસંગે તેઓ હાલ જે સ્થળે છે ત્યાં રહેવા અને જમવાની તેમજ અન્ય આવશ્યક સવલતોની વ્યવસ્થા હોવાની જે તે જિલ્લા-રાજયના પ્રશાસનિક અધિકારીશ્રીઓ સાથે સંપર્ક કરી કોઇપણ જાતની અગવડ ન રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.

કોઇ પ્રસંગે વિદ્યાર્થીઓને રાજકોટ જિલ્લામાં પરત કરવાની અતિ આવશ્યકતા જણાયે જિલ્લાના પ્રશાસનિક અધિકારીશ્રીઓ સાથે સંપર્ક કરી તે અંગેની ઉચિત વ્યવસ્થા ગોઠવવી અને જરૂરી અમલવારી કરાવવી.

રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લાના રહીશો કે જે જિલ્લા કે રાજય બહાર કોઇપણ કામકાજ અર્થે ગયેલ છે અને હાલ તે સ્થળે હોય તેવા વ્યકિતઓને રાજકોટ જિલ્લામાં પરત ફરવાનું થાય તેવા પ્રસંગે તેઓ હાલ જે સ્થળે છે ત્યાં હરેવા અને જમવાની તેમજ અન્ય આવશ્યક સવલતોની વ્યવસ્થા હોવાની જે તે જિલ્લા-રાજયના પ્રશાસનિક અધિકારીશ્રીઓ સાથે સંપર્ક કરી કોઇપણ જાતની અગવડ ન રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.

કોઇ પ્રસંગે વ્યકિતઓને રાજકોટ જિલ્લામાં પરત ફરવાની અતિ આવશ્યકતા જણાયે જિલ્લાના પ્રશાસનિક અધિકારીશ્રીઓ સાથે સંપર્ક કરી તે અંગેની ઉચિત વ્યવસ્થા ગોઠવવી અને જરૂરી અમલવારી કરાવવી.

જીલ્લાના ઉદ્યોગોના તમામ મજૂરોને  વેતન-મળે-ઘરે રહે તે અંગેની ટીમ

(૧) ડી. જે.  મહેતા, નાયબ શ્રમઆયુકત શ્રી મો. ૯૮રપર ર૦રપર

(ર) શ્રી જે. વી. બોડત, મદદનીશ શ્રમઆયુકત શ્રી મો. ૯૪ર૭૩ ર૦૧૧૭

(૩) શ્રીમતી એસ. એ. ભપલ, શ્રમ અધિકારીશ્રી મો. નં. ૯૯૦૯૮ ૯૧પ૯૦

(૪) શ્રી કલ્પેશભાઇ પંડયા શ્રમ અધિકારીશ્રી મો. ૭પ૬૭૧ ૦૪પ૪૦

(પ) શ્રી મિતેશભાઇ જોશી, શ્રમ અધિકારી શ્રી મો. ૯૭ર૩૧ ૦૩૧૪૪

રાજકોટ જિલ્લાના તમામ ઉદ્યોગોના યુનિટોના મજૂરોને સવેતન રજા મળે તેમજ કોઇ મજૂરો માઇગ્રેશન ન કરે તેમજ તેમના ઘરોમાં રહે તથા તેમને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તે જોવાનું રહેશે તથા તેને આનુસંગિક તમામ કામગીરી કરવાની રહેશે.

દુધ -શાકભાજી-યાર્ડમાં આવતા માલ માટે ૫ અધિકારીઓની ટીમ

(૧) શ્રી ટી.સી.તીરથાણી જિલ્લા રજીસ્ટ્રારશ્રી મો. ૯૬૬૨૫ ૧૬૯૧૬

(૨) શ્રી એ.એમ. સિધ્ધપુરા મદદનીશ રજીસ્ટ્રાર (ગ્રાહક) મો. ૮૩૨૯૨ ૪૩૬૪૬

(૩) શ્રી આર.બી.સાવલીયા મદદનીશ રજીસ્ટ્રાર (હાઉસીંગ) મો. ૯૮૨૫૫ ૯૧૪૮૨

(૪) શ્રી આર.વી.સોજીત્રા કાર્યાલક અધિક્ષકશ્રી (સંયુકત રજીસ્ટ્રાર અને ખાસ વિભાગીય અન્વેષક) મો. ૯૮૯૮૦ ૩૦૧૨૫

(૫) શ્રી એ.એમ. ઘેટીયા ઓડીટર ગ્રેડ-૧ મો. ૯૮૨૫૩ ૮૮૪૫૦

તેઓએ તમામ માર્કેટીંગ યાર્ડ, દુધની ડેરીઓ વગેરેના સંકલનમાં રહી માર્કેટીં યાર્ડમાં આવતા માલ માટે તેના વેપારીઓને વેંચાણની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. તેમાં ભારત સરકારના તા. ૨૪/૩/૨૦ના જાહેરનામાની તમામ જોગવાઇઓનો અમલ કરવાનો રહેશે. સોશ્યલ ડીસ્ટન્સીંગની જોગવાઇઓનું પાલન કરવાનું રહેશે. તેમજ દુધ અને શાકભાજીનો સપ્લાઇ જળવાઇ રહે તે માટેનો એકશન પ્લાન બનાવી રજુ કરવાનો રહેશે અને તેની અમલવારી કરાવવાની રહેશે.

દવા-સેનીટાઇઝર-માસ્કના ઉત્પાદન માટે માલ-સામાન મળી રહે તે માટે ખાસ ટીમ

(૧) શ્રી કે.વી.મોરી જનરલ મેનેજરશ્રી (ઇન્ચાર્જ) મો. ૯૨૨૭૭ ૫૩૬૫૬

(૨) શ્રી એન.કે.ધુવા મેનેજરશ્રી (કામા) મો. ૯૫૧૦૩ ૨૭૬૪૯

(૩) શ્રી વી.બી. જારીયા આઇ.પી.ઓ મો. ૮૨૦૦૨૨૪૫૭૧

આવશ્યક ખાદ્યપદાર્થો, દવાઓ, સેનીટાઇઝર, માસ્ક, મેડીકલ ઇકવીપમેન્ટ વગેરેનું ઉત્પાદન કરતાં વગેરે યુનિટો ચાલુ રહે તેમજ તે યુનિટોને ઉત્પાદન માટે માલ સામાન મળી રહે તેમજ તેની ડીસ્ટ્રીબ્યુશન ચેઇન પણ જળવાઇ રહે તે માટેનો એકશન પ્લાન બનાવી રજુ કરવાનો રહેશે અને તેની અમલવારી કરાવવાની રહેશે.(

દવા સરળતાથી મળી રહે તે ૬ અધિકારીઓની ટીમ બનાવાઇ

(૧) એસ.એચ. વ્યાસ મદદનીશ કમિશનરશ્રી (ઇન્ચાર્જ) મો. ૯૯૧૩૬ ૧૪૨૧૮

(૨) એલ.ડી.ફલદુ ડેઝીગ્નેટેડ ઓફીસરશ્રી મો. ૯૪૨૬૪ ૬૫૬૦૦

(૩) જે.સી.મોદી ડ્રગ ઇન્સ્પેકટરશ્રી મો.૯૯૦૪૯ ૫૪૩૦૧

(૪) બી.જી. હડીયા ડ્રગ ઇન્સ્પેકટરશ્રી મો. ૬૩૫૪૭ ૫૧૦૨૭

(૫) એ.એમ.વાલુ સિનીયર ફૂડ સેફટી ઓફીસરશ્રી મો. ૯૮૨૫૧ ૫૮૮૯૩

(૬) પી.જે.ચૌહાણ સિનીયર ડ્રગ ઇન્સ્પેકટર મો. ૮૨૬૪૩ ૧૦૦૦૫

કમીટીએ રાજકોટ શહેર અને જીલ્લાની તમામ હોસ્પિટલો (સરકારી તથા ખાનગી) મેડીકલ સ્ટોર્સ, જથ્થાબંધ વિક્રેતાઓ, ઉત્પાદકો તમામનો સંપર્ક કરી દવાઓ, સેનેટાઇઝર્સ માસ્ક વગેરે જરૂરી વસ્તુઓનો જથ્થાબંધ તથા રીટેલ વિક્રેતાઓનો સપ્લાઇ ચાલુ રહ ેતે માટેનો એકશન પ્લાન બનાવી રજુ કરવાનો રહેશે તથા તે માટે જરૂરી મંજુરી તથા આઇકાર્ડ વગેરે તમામ આનુસંગિક કામગીરી સંબંધિત અધિકારીશ્રીઓના સંકલનમાં રહીને કરવાની રહેશે અને તેની અમલવારી કરાવવાની રહેશે.

(4:23 pm IST)