Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાજકોટના બિલ્ડરોએ રાહતફંડમાં સવા કરોડ આપ્યા

રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનનું પ્રેરણાદાયક પગલુ : મજૂરોને અનાજની કીટનું પણ વિતરણ

રાજકોટ, તા. ૨૬ : કોરોના સામેની આર્થિક લડતમાં રાજકોટના બિલ્ડરો દ્વારા પ્રેરણાદાયક પગલુ લેવામાં આવ્યુ છે. રાજકોટ શહેરના બિલ્ડરો દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં સવા કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે. સાથોસાથ બિલ્ડીંગોમાં કામ કરતાં મજૂરોને ૧૦ હજાર જેટલી અનાજ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યુ છે.અત્રે નોંધનીય છે કે રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન દ્વારા હોમ કોરોન્ટાઈન પરીવારો માટે પણ રૂમો આપવાની તૈયારીઓ દર્શાવી છે.

રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના શ્રી પરેશ ગજેરાએ જણાવ્યુ છે કે રાજકોટના મોટાભાગના બિલ્ડરો દ્વારા બિલ્ડરો પાસેથી ફંડ એકત્રિત કરાયુ છે. જેની રકમ સવા કરોડ જેટલી છે. આ આંકડો વધી પણ શકે છે. આ ઉપરાંત બિલ્ડીંગોમાં કામ કરતાં મજૂરોને પણ અનાજની કીટ વિતરણ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં બિલ્ડરો દ્વારા રકમ જમા કરાવાઈ તેની યાદી આ મુજબ છે. (૧) મુકેશભાઈ શેઠ ૫૧ લાખ, (૨) પરેશભાઈ ગજેરા ૨ લાખ ૫૧ હજાર (૩) ડાયાભાઈ કોટેચા ૧ લાખ (૪) રાજદીપસિંહ જાડેજા ૧ લાખ ૫૧ હજાર (૫) દિલીપ શેઠ ૧ લાખ (૬) ભાવેશ તળાવીયા ૧ લાખ (૭) કેતન ધુલેશીયા ૧ લાખ ૧૧ હજાર (૮) બાકીર ગાંધી ૧ લાખ ૫૧ હજાર (૯) જોલીભાઈ હાલાણી ૧ લાખ (૧૦) હરીશ લાખાણી ૧ લાખ (૧૧) આરકે એસોસીએટ્સ ૧ લાખ ૨૫ હજાર (૧૨) રોકડ ડેવલોપર્સ - ૧ લાખ ૫૧ હજાર (૧૩) ગુણવંતભાઈ ભાદાણી - સ્વસ્તિક ૧ લાખ ૨૫ હજાર (૧૪) અશ્વિન કુંભાણી ૧ લાખ ૫૧ હજાર (૧૫) ઓર્નેટ વન ૧ લાખ (૧૬) આશિષ મહેતા ૧ લાખ (૧૭) ભાવેશ ચોવટીયા ૧ લાખ ૧૧ હજાર (૧૮) જે.પી. જાડેજા ૧ લાખ ૫૧ હજાર (૧૯) હાઈબોન્ડ સિમેન્ટ ૧ લાખ ૫૧ હજાર (૨૦) ભરત ભટ્ટ ૧ લાખ ૧૧ હજાર. (૨૧) દર્શન પારેખ ૧ લાખ ૧૧ હજાર (૨૨) આદિત્ય લાખાણી ૧ લાખ (૨૩) મિત બિલ્ડર્સ ૨ લાખ ૫૧ હજાર (૨૪) આલય ગ્રુપ (રશ્મીભાઈ) ૫ લાખ (૨૫) સુવર્ણભૂમિ ૧ લાખ ૨૫ હજાર (૨૬) અનંત ગ્રુપ ૧ લાખ (૨૭) અખિલમ ગ્રુપ (અશ્વિન સોરઠીયા) ૧ લાખ (૨૮) પાલ્મ ગ્રુપ (કિશોર ભાલારા, જે.ડી. કાલરીયા) ૧ લાખ ૧૧ હજાર (૨૯) સાનિધ્ય ગ્રુપ ૧ લાખ ૫૧ હજાર (૩૦) કમલેશ ભાલારા ૧ લાખ (૩૧) રમેશ ઉંધાડ ૧ લાખ (૩૨) કિરીટ ટાંક ૧ લાખ (૩૩) ડેકોરા ગ્રુપ ૧ લાખ ૫૧ હજાર (૩૪) પપ્પુ મહેતા (સિદ્ધિ ગ્રુપ), ૧ લાખ ૮ હજાર (૩૫) ગ્રીનફિલ્ડ ગાર્ડન ૨ લાખ ૧૧ હજાર (૩૬) રાજેશ કેસરીયા ૫૦ હજાર (૩૭) અનિલ ઠુંમર ૫૦ હજાર (૩૮) ધર્મેશ જીવાણી ૨ લાખ (૩૯) ધ્રુવીક ૧ લાખ ૧૧ હજાર (૪૦) હર્ષદ માલાણી ૭ લાખ ૧૧ હજાર (૪૧) અમીધારા ડેવલોપર્સ ૨ લાખ ૫૧ હજાર (૪૨) કોસ્મોસ ગ્રુપ ૧ લાખ (૪૩) ટ્રિનીટી ટાવર્સ ૧ લાખ ૧૧ હજાર (૪૪) હિતરાજ ડેવલોપર્સ ૨ લાખ ૫૧ હજાર (૪૫) સાવન બિલ્ડર્સ ૧ લાખ ૧૧ હજાર (૪૬) ડાયમંડ ગ્રુપ (પ્રમોદ માકડીયા) ૧ લાખ ૧૧ હજાર (૪૭) હેમંત પટેલ ૧ લાખ ૧૧ હજાર ૧૦૧ (૪૮) ટાઈમ સ્કવેર (જેનીશ અજમેરા) ૧ લાખ (૪૯) અનુરાધા રીયલ્ટી (ચેતન સુરેજા) ૧ લાખ (૫૦) સીતારા કન્સ્ટ્રકશન (ચેતન સુરેજા) ૧ લાખ (૫૧) પરેશ પારેખ ૧ લાખ (૫૨) દિપક કોઠારી ૧ લાખ ૧ હજાર.

(4:20 pm IST)