Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

શાળાઓમાં ૬ મહિનાની એડવાન્સ ફીના ચેક હાલની સ્થિતિમાં ન નાખવા અપીલ

ખાનગી શાળાઓના સંચાલકોને પ્રમુખ પટેલ-મંત્રી કાનગડનો અનુરોધ

રાજકોટ, તા. ર૬ : સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે સાવચેતીના પગલારૂપે ભારત દેશને ર૧ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની ખાનગી શાળાઓએ લીધેલા એડવાન્સ ફીના ચેક નહીં ભરવા વાલીઓમાં પ્રચંડ માંગ ઉઠી છે.

રાજકોટ સ્વનિર્ભય શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી અજયભાઇ પટેલ અને અવધેશભાઇ કાનગડ આજે ખાનગી શાળા સંચાલકોને અપીલ કરી છે કે, ર૦ર૦-ર૧ની ૬ મહિનાની ફી એડવાન્સ પેટે લીધેલ હોય તેવા સંચાલકોએ હાલની વિકટ પરિસ્થતિને ધ્યાને લઇને ફીના ચેક બેંકમાં જમા ન કરવા.

સ્વનિર્ભય શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલ અને મંત્રી અવધેશભાઇ કાનગડની અપીલને અનેક સંચાલકોએ ટેકો આપ્યો છે.

રાજકોટ સ્વનિર્ભય શાળા સંચાલક મંડળ દ્વારા ૧૧ લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળવામાં આવ્યા છે.

(4:19 pm IST)