Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ચાની લારી-દુકાનો ખુલ્લી રાખી ભીડ એકઠી કરવાના સંજોગો સર્જવા બદલ ૧૬ સામે કાનુની પગલા

રાજકોટ, તા., ૨૭: વડાપ્રધાને દેશભરમાં ર૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યા પછી પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં હજુ પણ તેનું ગંભીરતાથી પાલન ના કરતા હોવાનુ઼ જોવા મળી રહયું છે. અલગ-અલગ વિસ્તારોમાં ચાની લારી અને દુકાનો ખુલ્લી રાખીને ભીડ કરવાના સંજોગો સર્જવા બદલ ૧૬ સામે કાનુની પગલા લેવાયા છે.

મળતી વિગત મુજબ વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોઇ જે અનુસંધાને દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે ત્યારે રાજકોટમાં લોકડાઉન હોવા છતા લટાર મારવા માટે નિકળતા લોકોને એકઠા ન થવા તથા ચાની લારી, હોટલો, દુકાનો, પાનના ગલ્લા બંધ રાખવા માટે જાહેરનામુ બહાર પાડયું છે છતા શહેરના જુદા-જુદા બાર જેટલા વિસ્તારમાં ચાની લારી, દુકાનો ખુલી રાખી ભીડ એકઠી કરનારા ૧૬ જેટલા વેપારીઓની ધરપકડ કરી છે. જેમાં આજી ડેમ પોલીસે કોઠારીયા ગામથી કોઠારીયા સોલવન્ટ જતા રોડ પર નારાયણ વે બ્રીજ સામે શ્રી હરી સેલ્સ એજન્સી નામની દુકાન ખુલી રાખી ભીડ એકઠી કરી હેન્ડવોશ ન રાખનાર હરીનારાયણ મુન્નીલાલ ચૌધરી (ઉ.વ.૩પ) (રહે. કોઠારીયા સોલવન્ટ)ની ઢાંઢણી ગામમાં બસ સ્ટેશન પાસેથી પાન અને કરીયાણાની દુકાન ખુલી રાખી ભીડ એકઠી કરનાર ભરત મેરામભાઇ જાદવ (ઉ.વ.૩૦) (રહે. ઢાંઢણી)ની લાખાપર ગામમાંથી મા ચામુંડા હોટલના માલીક રમેશ બચુભાઇ માંડાણી (ઉ.વ.૪૦) (રહે. લાખાપર ગામ)ની, માલવીયાનગર પોલીસે અમીન માર્ગ રોડ ગંગા હોલ પાસેથી લટાર મારતા મીત કાંતીભાઇ વાડોદરીયા (ઉ.વ.ર૦) (રહે. સીલ્વર સ્ટોન સોસાયટી શેરી નં. ર અમીન માર્ગ)ની તથા જીતેન્દ્ર મગનભાઇ વાઘેલા (ઉ.વ.૪૧ ) (રહે. કરણ પાર્ક મેઇન રોડ ભીમરાવ સોસાયટી)ની, પ્ર.નગર પોલીસે પરસાણાનગર મેઇન રોડ પર સ્ટાર ઓટો એન્ડ સર્વિસ નામના ગેરેજના માલીક યુસુરફખાન ઉર્ફે મુસો કરમીલ ખાન પઠાણ (ઉ.વ.૪ર) (રહે. જામનગર રોડ, પરસાણાનગર) કરીમ હુસેનભાઇ સોહલા (ઉ.વ.૬૦) (રહે. રૂખડીયાપરા મફતીયાપરા)ની, જંકશન પોલીસ ચોકી પાસે ચોકમાંથી આંટા ફેરા કરવા નીકળેલા વિપુલ ઓઘડભાઇ સુસરા (ઉ.વ.૩૦) (રહે. માર્કેટ યાર્ડ પાસે મનસાનગર)ની, જામનગર રોડ ઘંટેશ્વર રપ વારીયા પાસે ઝુંપડા પાસે ચાની લારી ખુલી રાખી ભીડ એકઠી કરનાર મીના સરજુભાઇ રાઠોડ (ઉ.વ.પ૦) (રહે. ઘંટેશ્વર રપ વારીયા)ની, તાલુકા પોલીસે આસ્થા ચોકડી પાસે પટેલ ચોકમાં આવેલ શ્રીનાથજી ડેરી ખુલી રાખી ભીડ એકત્ર કરનાર રમેશ રણછોડભાઇ કપુરીયા (ઉ.વ.૪૩) (રહે. મવડી પટેલ પાર્ક શેરી નં. ૧)ની, તથા નાનામવા આંબેડકરનગરમાં બજરંગ ઇલેકટ્રોનીકસ નામની દુકાન ખુલી રાખનાર જયેશ રતીલાલ સંચાણીયા (ઉ.વ.૩૬) (રહે. નાનામવા આંબેડકરનગર-૪)ની તથા યુનિવર્સિટી પોલીસે ૧પ૦ ફુટ રોડ અયોધ્યા રેસીડેન્સી શેરી નં. ર (ડી) પાસે એકઠા થયેલા અયોધ્યા રેસીડેન્સીના રમેશ મૈશુરભાઇ બેડવા (ઉ.વ.૪ર), જયદીપ હરકાંતભાઇ જોશી (ઉ.વ.૪૦), ધનજી લાલાભાઇ સોંદરવા (ઉ.વ.પ૬), રવી પુંજાભાઇ સારીખડા (ઉ.વ.પ૮) અને કમલેશ શાંતીલાલ પારેખ (ઉ.વ.૬૧)ની ધરપકડ કરી હતી.

(4:13 pm IST)
  • સોશિયલ મીડિયા પર આવતા ફેક કૉલ્સથી સતર્ક રહો access_time 11:48 pm IST

  • કોરોના સામે જંગ ગુજરાતની તમામ શાકમાર્કેટો બંધ કરવાનો નિર્ણય શાક માર્કેટોમાં ભીડ થતી હોય બંધ કરાવી અને લોકોને ઘર પાસે અથવા હોમ ડિલીવરીથી શાક મળી રહે તેવી વ્યવસથા ગોઠવાઈ રહી છે access_time 6:07 pm IST

  • સુરતમાં કોરોનાના શંકાસ્‍પદ લક્ષણો ધરાવતા ૮ ના પેન્‍ડીંગ રીપોર્ટ નેગેટીવ આવતા હાશકારો access_time 12:53 pm IST