Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સીવીલ હોસ્પિટલમાં એ પોઝીટીવ અને એબી પોઝીટીવ લોહીની તાતી જરૂરીયાત

રાજકોટ તા. ૨૬ : તાજેતરની પરિસ્થિતીના કારણે કોઇપણ સ્થળે રકતદાન કેમ્પો યોજાતા નથી. જેના કારણે સીવીલ હોસ્પિટલમાં રકતની તાતી જરૂરીયાત ઉભી થઇ છે. એ પોઝીટીવ અને એબી પોઝીટીવ રકતની જરૂરીયાત છે. સૌરાષ્ટ્રના થેલેસેમીયા ગ્રસ્ત બાળકો તેમજ ફેફસા, કીડનીના દર્દીઓને વિનામુલ્યે બ્લડ પુરૂ પાડી શકાય તે માટે શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી (મો.૯૦૨૮૨ ૦૦૬૬૦ નો સંપર્ક કરવા વિનંતી કરાઇ છે. રકતદાતાઓને સ્વેચ્છાએ આગળ આવવા અનુરોધ કરાયો છે.

(3:38 pm IST)