Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાજકોટના એક મકાન માલીકે 'નર્સીંગ સ્ટાફ'ને ભાડે આપેલુ મકાન ખાલી કરાવી કાઢી મુકતા કલેકટર લાલઘુમઃ તપાસ શરૂ

કલેકટરે પોતે તપાસ હાથ ધરીઃ ડીટેઇલ આવી ગઇ છેઃ સીધી ફોજદારી થશે : હાલ એક કિસ્સો બહાર આવ્યો છેઃ મકાન માલીકે કીધુ કે તમે હોસ્પીટલમાં જાવ છો એટલે મકાન ખાલી કરોઃ ખળભળાટ : કલેકટરની ચેતવણીઃ મકાન માલીકો ચેતી જજોઃ આ અત્યંત ગંભીર ગુન્હો બને છે

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહન સમક્ષ એક અત્યંત ગંભીર ઘટના ગઇકાલે બહાર આવી છે અને તેમાં કલેકટર શ્રી રેમ્યા મોહને પોતે અત્યંત ગોપનીય ઢબે પોતાની ટીમ મારફત તપાસ શરૂ કરતા સન્નાટો પ્રસરી ગયો છે.

શહેરના એક પોશ વિસ્તારના મકાન માલીકે આરોગ્ય તંત્રમાં એટલે કે સીવીલ કે અન્ય ખાનગી મોટી કોઇ હોસ્પીટલમાં કામ કરતા એક નર્સીંગ સ્ટાફને કે પ્રિ-ડોકટરી સ્ટાફને કોરોનાની ઘટનાઓ બાદ ભાડે આપેલુ પોતાનું મકાન ખાલી કરાવતા કલેકટર ચોંકી ઉઠયા હતાં.

આ મકાન માલીકે આ નર્સીંગ કે પ્રિ-ડોકટરી સ્ટાફને એવુ કીધુ કે તમે હોસ્પીટલ જાવ છો અમારે જોખમ છે, તમે તાકિદે મકાન ખાલી કરી દયો આને આમ કહી મકાન ખાલી કરાવી નાંખ્યું હતું.

આ ગંભીર ઘટનાની ફરીયાદ કલેકટર સમક્ષ આવતા તેઓ ચોંકી ઉઠયા હતા અને પોતાની ટીમ બનાવી પોતે જ તપાસ હાથ ધરી છે. આજે કલેકટરશ્રી રેમ્યા મોહને અકિલાને જણાવ્યું હતું કે, હાલ આ બાબતની પોતે જ તપાસ કરી રહ્યા છે. આજે પુરાવા સહિતની ડીટેઇલ આવી જશે અને ઘરમાલીક સામે ફોજદારી સહિતના અત્યંત ગંભીર કડક પગલા પણ લેવાશે, તેમણે નિર્દેશ કર્યો હતો કે હાલ તપાસ અધુરી છે, એટલે નામ જાહેર નથી કરતી પણ આજ સુધીમાં કાર્યવાહી થઇ જશે.

કલેકટરે ચેતવણી આપી હતી કે કોરાનાની સ્થિતિએ શહેર-જીલ્લાના મકાન માલીકો ચેતી જાય આવી રીતે કોઇ પણ નર્સીંગ સ્ટાફને ભાડે આપેલુ મકાન ખાલી કરાવવું એ ગંભીર ગુન્હો બને છે, જો આમ થશે તો ડોકટર-નર્સીંગ સ્ટાફ ડરી જશે, હાલ એક કિસ્સો બહાર આવ્યો છે અને તે મકાન માલીક સામે કડક કાર્યવાહી થશેજ.

(3:37 pm IST)
  • સોનીયા ગાંધીએ નરેન્દ્રભાઈને પત્ર લખી લોક ડાઉનનું સમર્થન કર્યુ ડોકટરો- નર્સીગ સ્ટાફની સુરક્ષા માટે પગલા લેવા જણાવ્યુઃ ૬ મહિના માટે હપ્તા ટાળવા કેન્દ્રને વિચાર કરવા સૂચન access_time 12:56 pm IST

  • વિશ્વ આજે કોરોનાવાયરસ COVID-19 રોગચાળોનો સામનો કરી રહ્યું છે ત્યારે આ મહામારીના કારણે વૈશ્વિક મૃત્યુની સંખ્યા 21,000 થી વધુ પહોંચી ગઈ છે જેમાં ઇટાલી અને સ્પેને ચીન કરતા વધુ મૃત્યુ નોંધાવ્યા છે. ઇટાલીમાં, આ જીવલેણ વાયરસ ફાટી નીકળતાં 7500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે સ્પેનમાં 3600 થી વધુ લોકો મરી ગયા છે access_time 9:20 pm IST

  • જાહેરનામાના ભંગના 147 કેસો દાખલ : કોરોના અંગે જાહેરનામાના ભંગ માટે રાત્રે 8 સુધીમાં 147 કેસો નોંધાયા છે access_time 10:55 pm IST