Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

યુરોપ રીટર્ન ભાઇના સંસર્ગમાં આવેલા આરોપી અને તેના ભાઇની તબીબી ચકાસણીઃ બન્નેના રીપોર્ટ નેગેટીવ

દુષ્કર્મ કેસમાં જેલમાં રહેલો આરોપી તેના યુરોપથી પાછા આવેલા ભાઇને મળ્યો હોય તકેદારીરૂપે બન્નેની તપાસણી

રાજકોટ, તા., ર૬: ગઇકાલે દુષ્કર્મ કેસમાં રાજકોટની જેલમાં રખાયેલા રપ વર્ષીય યુવાનને જેલતંત્ર દ્વારા તબીબી ચકાસણી અર્થે હોસ્પીટલ લઇ જવામાં આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતા. આ બારામાં એવી ચર્ચાએ જોર પકડયું હતું કે તા.ર૩ના રોજ દુષ્કર્મ કેસમાં ધરપકડ પામેલા મહિલા પોલીસે ના આરોપીને ધરપકડ અને કોઇ પેશગી બાદ જેલમાં ધકેલાયો હતો.

આ કેદીની હિષ્ટ્રી તપાસતા તે જેલમાં આવ્યા પુર્વે તાજેતરમાં યુરોપથી પરત ફરેલા તેના ભાઇના સંસર્ગમાં આવ્યાનું જણાતા તેની તબીબી તપાસ કરાવવામાં આવી હતી. જો કે તપાસણીના અંતે તેના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેના ભાઇના રીપોર્ટ પણ નોર્મલ આવ્યા છે. પાછળથી દુષ્કર્મના કેસમાં આ શખ્સને ફરીથી જેલમાં લઇ ઙ્ગજવાયો હતો.

ઉપરોકત બાબતની જેલ અધિકારી શ્રીમતી બન્નો જોશીએ પુષ્ટી કરી હતી.

મળતી વિગત મુજબ શહેરના મહિલા પોલીસ મથકમાં ગત તા.૧૯ના રોજ નાનામવા સર્કલ પાસે આવેલી આર.કે.પ્રાઇમ નામની ઓફીસમાં પુષ્કરધામ વિસ્તારમાં રહેતા શખ્સે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન  કરવાની લાલચ આપી યુવતી સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુ્ધ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ પ્રકરણમાં મહિલા પોલીસે આરોપીની ગત તા. ૨૨ના રોજ ધરપકડ કરી હતી બાદ તેને તા. ૨૩ના રોજ જેલહવાલે કરવામાં આવ્યો હતો. જેલહવાલે રહેલા  આરોપીની જેલના સ્ટાફે હીસ્ટ્રી તપાસતા આરોપીએ જણાવ્યુ હતુ કે પોતાની મહિલા  પોલીસ મથકમાં ધરપકડ થયા બાદ તા.૧૮/૬ના રોજ યુરોપથી આવેલો તેનો ભાઇ પોતાને પોલીસ મથકમાં મળવા આવ્યો હતો. તેમ જણાવતા જેલનો સ્ટાફ ચોંકી ગયો હતો અને  દુષ્કર્મના આરોપી  કોરોના વાયરસની ઝપટે ચડ્યો છે કે કેમ તેવી શંકાએ જેલના સ્ટાફે આરોપીને ગઇકાલે તાત્કાલીક સિવીલ હોસ્પીટલમાં આઇસોલેશન વિભાગમાં ચેકઅપ કરાવયું  હતું. જો કે આરોપીમાં તેવા કોઇ લક્ષણો જોવા ન મળતા તેને તાકીદે જેલ હવાલે કર્યો હતો અને તેને જેલની અલગ બેરેકમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યો હતો. જયારે યુરોપથી આવેલો તેના ભાઇની પણ તબીબી ચકાસણી કરવામાં આવી હતી. જો કે બંન્નેના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

(3:36 pm IST)