Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કાલે રાજકોટમાં વેન્ટીલેટરનું સેમ્પલ બનાવાશે : કોરોના દર્દીની સેવા કરતા ડોકટર - નર્સ માટે ૨ હજાર કીટ

વેન્ટીલેટરની મંજૂરી મળ્યે રાજકોટમાં ઉત્પાદન : આજથી આરોગ્ય અધિકારી રાહુલ ગુપ્તા ત્રણ દિ' રાજકોટમાં

રાજકોટ તા. ૨૬ : રાજકોટમાં કોરોના સંદર્ભે સ્પે. આરોગ્ય અધિકારી તરીકે મુકાયેલા ડો. રાહુલ ગુપ્તા આજથી ત્રણ દિ'માં રાજકોટ રોકાશે, તેમણે પત્રકારોને નિર્દેશ આપ્યો હતો કે કાલે વેન્ટીલેટરનું રાજકોટમાં સેમ્પલ બનાવાશે, જે રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલાશે, મંજુરી મળ્યે ધડાધડ વેન્ટીલેટરનું ઉત્પાદન શરૂ કરી દેવાશે.

તેમણે જણાવેલ કે, મેટોડાની જ્યોતિ સીએનસી કંપની પાર્ટસ ભેગા કરશે, અમદાવાદની કંપની પ્રોડકટ કરશે, તેમના માણસો રાજકોટ આવી ગયા છે. વેન્ટીલેટરના લીપીંગ પાર્ટસ જામનગર - મોરબીમાં બને છે, લોકડાઉનને કારણે આ બંને ફેકટરીઓ બંધ હતી તે ડો. રાહુલ ગુપ્તાએ પુનઃ શરૂ કરાવી છે.  શ્રી ગુપ્તાએ ઉમેર્યું હતું કે, ઇન્ડીયન મેડીકલ એસો.ના સહયોગથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા ડોકટરો - નર્સ - મેડીકલ સ્ટાફ માટે ૨ હજાર જેટલી પર્સનલ પ્રોટેકશન કીટ બનાવાઇ છે, જેનું વિતરણ કરાશે, જેનું મટીરીયલ્સ ટેક્ષ ટાઇલ્સનું છે.

(3:34 pm IST)