Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાજકોટમાં બનતી અને બહાર જતી તથા આંતર જિલ્લા કે રાજ્ય બહારથી શહેરમાં આવતી દવા અંગે કાર્યવાહી ચાલુ

તમામ પ્રકારની દવાના વહન અંગે જિલ્લા વહિવટી તંત્રે સરકારનું ધ્યાન દોર્યુ... : સરકાર પણ આ બાબતે અન્ય રાજ્યો - કેન્દ્ર સરકાર સાથે વ્યવસ્થા ગોઠવવા કાર્યવાહી કરી રહી છે

રાજકોટ તા. ૨૬ : રાજકોટ શહેર - જિલ્લામાં દવાના સ્ટોકની તંગી અંગે કલેકટરે ઉમેર્યું હતું કે, આ માટે ફુડ એન્ડ ડ્રગ્સ ખાતુ કાર્યવાહી કરી રહ્યું છે, એકથી બે દિવસમાં બધુ સરખુ થઇ જશે, તમામ દવા મળશે.

તેમણે જણાવેલ કે, રાજકોટની અંદર જ બનતી દવા અને આંતર જિલ્લા કે રાજ્ય બહારથી રાજકોટ આવતી દવાનું સપ્લાય અટકી ન જાય તે અંગે સરકારનું ધ્યાન દોર્યું છે. જેમ રાજકોટમાં બહારથી દવાનો જથ્થો આવે છે, તેમ રાજકોટમાં પણ દવા બને છે અને તે જિલ્લા બહાર જાય છે, આ બંને સ્થિતિએ પરિવહન ન અટકે, સપ્લાય મળી રહે, તે માટે અને પરમીશન અંગે તમામ તંત્રોને ખાત્રી કરી કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે.

(11:43 am IST)