Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાજકોટ જીલ્લામાં લોકડાઉન જાહેરનામાનો ભંગ કરતા વધુ ૧૬ વ્યકિતઓ સામે કાર્યવાહી

જેતપુર સીટી-તાલુકામા ૪, શાપરમાં ૭, ઉપલેટા ૩, કોટડાસાંગાણી-૧ તથા ભાયાવદર પોલીસ મથકમાં ર ગુન્હાઓ નોંધાયા

રાજકોટ તા. ર૬ : કોરાના વાયરસ સંદર્ભે લોકડાઉન જાહેરનામાનો ભંગ સબબ જીલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં વધુ ૧૬ વ્યકિતઓ સામે ગુન્હો દાખલ કરી  પોલીસે કડક કાર્યવાહી કરી હતી.

નોવેલ કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા સારૂ વડાપ્રધાનશ્રી દ્વારા ર૧ દીવસ સુધીનું લોકડાઉન જાહેર કરેલ હોય તેમજ જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ તરફથી તકેદારીના ભાગરૂપે જાહેર જગ્યા તથા ખાનગી સ્થળોએ વધારે સમુહમાં માણસો એકઠા નહી થવા સંબંધે જાહેરનામુ પ્રસિદ્ધ કરેલ હોય તેમ છતા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના જેતપુર તાલુકા પો.સ્ટે. જેતપુર સીટી પો.સ્ટે. ભાયાવદર પો.સ્ટે. ઉપલેટા પો.સ્ટે. ઉપલેટા પો.સ્ટે. શાપર વેરાવળ પો.સ્ટે. કોટડાસાંગાણી પો.સ્ટે. વિસ્તારમાં દુકાનો તથા રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમુહને એકઠો કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજકોટના જાહેરનામાનો ભંગ કરનારના ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છ.ે

જીલ્લા પોલીસવડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે લોકડાઉનનો તથા જાહેરનામાનો ભંગ કરવા બદલ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન-૧ જેતપુર સીટી પોલીસ સ્ટેશન-૩, શાપર પોલીસ સ્ટેશન-૭, ઉપલેટા પોલીસ સ્ટેશન-૩, કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન-૧ તથા ભાયાવદર પોલીસ સ્ટેશનમાં મળી કુલ ૧૬ ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.

કોરોના વાયરસનો સંક્રમણ અટકાવવા લોકો અગત્યના કામ સિવાય બહાર ન નીકળે અને જો નીકળશે તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ અંતમં જીલ્લા પોલીસવડા બલરામ મીણાએ જણાવ્યું છે.

(11:25 am IST)