Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ભાજપના કોર્પોરેટરો એક મહિનાનું માનદ વેતન રાહત ફંડમાં આપશે

૩૯ કોર્પોરેટરો દ્વારા રૂ.૬ લાખ કોરોના માટે મુખ્યમંત્રી રાહત નિધી ફંડમાં આપવા : મેયર બીનાબેન આચાર્ય અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની જાહેરાત

રાજકોટ,તા.૨૬: કોરોના વાઇરસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરોએ માર્ચ ૨૦૨૦ માસનુ માનદ વેતન મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં આપવાનો નિર્ણય કરાવામાં આવ્યો છે . તેમ મેયર અને શહેર ભાજપ પ્રમુખ દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે બિનાબેન આચાર્ય અન  કમલેશભાઈ મીરાણી એક સંયુકત યાદીમાં જણાવે છે કે, વિશ્વ આખામાં કોરોના વાઇરસની મહામારી ઉપસ્થિત થયેલ છે. આ મહામારીને પહોંચી વળવા સરકાર દ્વારા જુદા જુદા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તેમજ સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવેલ છે. લોકડાઉન દરમ્યાન જીવન જરૂરી ચીજ-વસ્તુઓ મળી રહે તે માટે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે. લોકડાઉન દરમ્યાન સેકડો શ્રમજીવી પરિવારની રોજીરોટી બંધ રહેવાની છે ત્યારે રાજય સરકાર ગરીબો અને શ્રમજીવીઓ માટે તેમજ અન્ય પગલાઓ માટે રાજય સરકારને ખુબજ મોટો ખર્ચ થનાર છે. સૌના સહિયારા પ્રયાસથી સમગ્ર સમસ્યાઓ સામે લડત આપી શકીએ તે માટે મુખ્યમંત્રી રાહતનિધીમાં દાનની અપીલ કરવામાં આવેલ છે.

વધુમાં બીનાબેન અને કમલેશભાઇએ જણાવ્યુ હતુ કે,  જેના અંતર્ગત રાજકોટ ં ભાજપનાં કોર્પોરેટરોનું માર્ચ ૨૦૨૦ (૧ માસનું) માનદવેતન મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.  ૩૯ કોર્પોરેટરનુ ૧ માસનું માનદવેતન આશરે ૬ લાખ જેટલું જમા કરવામાં આવશે.

(4:17 pm IST)