Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ગઇકાલે જે યુવાનને કોરોનાનો પોઝીટીવ કેસ આવ્યો તે ચિંતાજનક : વિદેશ ગયો નથી તો 'ચેપ' લાગ્યો કેવી રીતે

લોકો એક મીટર દૂર રહીને જ વાત કરે : જેને શરદી - છીંક છે તે ફરજીયાત માસ્ક પહેરે : કોના સંપર્કમાં આવ્યો... કેટલાને મળ્યો ? તે જોવું અતિગંભીર બાબત

રાજકોટ તા. ૨૬ : રાજકોટમાં જાગનાથમાં રહેતા ૭૫ વર્ષના વૃધ્ધાને કોરોનાનો પોઝીટીવ કેસ જાહેર થયા બાદ ગઇકાલે સાંજે તેના પુત્રને પણ કોરોનાનો કેસ પોઝીટીવ જાહેર થયો છે.

દરમિયાન આ બાબતે કલેકટરે 'અકિલા'ને જણાવ્યું હતું કે, આ યુવાનને કેસ પોઝીટીવ આવ્યો તે અત્યંત ચિંતાજનક બાબત છે, તે વિદેશ ગયો નથી તો તેને ચેપ લાગ્યો કેવી રીતે, એટલું જ નહી, તેમના માતા ૫ દિ'થી બહાર નીકળ્યો ન હતા, પરિણામે આ યુવાનને કારણે માતાને ચેપ લાગ્યાની શંકા ડોકટરો વ્યકત કરી રહ્યા છે.

કલેકટરે ઉમેર્યું હતું કે, આ યુવાન સ્થાનિક લેવલે કોના સંપર્કમાં આવ્યો... કેટલાને મળ્યો... તેની સાડીની દુકાને કોઇ વિદેશી ગ્રાહક આવ્યો હોય અને ચેપ લાગ્યો છે કે કેમ અથવા તો તેના કોઇ મીત્રો - સગા - સંબંધીમાંથી કોઇને શંકાસ્પદ લક્ષણો હોય અને ચેપ લાગ્યો છે કે કેમ તે તમામ બાબતો અંગે તપાસ ચાલી રહી છે, આ બધુ જોવું અત્યંત ગંભીર બની ગયું છે, ડોકટરોની ટીમો આ બાબતે કોર્પોરેશન સાથે સંકલન સાધી તપાસ કરી રહી છે.

(11:45 am IST)
  • બાવળામા મુશળધાર વરસાદ: વીજ પુરવઠો ખોરવાયો : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 11:24 pm IST

  • વિશ્વ આજે કોરોનાવાયરસ COVID-19 રોગચાળોનો સામનો કરી રહ્યું છે ત્યારે આ મહામારીના કારણે વૈશ્વિક મૃત્યુની સંખ્યા 21,000 થી વધુ પહોંચી ગઈ છે જેમાં ઇટાલી અને સ્પેને ચીન કરતા વધુ મૃત્યુ નોંધાવ્યા છે. ઇટાલીમાં, આ જીવલેણ વાયરસ ફાટી નીકળતાં 7500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે સ્પેનમાં 3600 થી વધુ લોકો મરી ગયા છે access_time 9:20 pm IST

  • મોડીરાત્રે રાજકોટમાં વરસાદી છાંટા : બપોરથી ભારે પવન ફુંકાતા વાતાવરણમાં પલટો : સમી સાંજે પવનનું જોર ઘટ્યું : મોડીરાતે કાલાવડ રોડ ,અમીનમાર્ગ અને સાધુ વાસવાણી રોડ પર વરસાદના છાંટા : લાઈટ ગુલ : જોકે વીજપુરવઠો તુરત કાર્યરત થયો છે access_time 11:28 pm IST