Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

મતદાન આપણી ફરજ : કાલે ૯૦૦ છાત્રોની રેલી

વિરાણી સ્કુલ અને કરણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનું સહીયારૂ આયોજન : મતદાન જાગૃતિ રેલીમાં વિદ્યાર્થીઓ ૮ કિ.મી. લાંબી માનવ સાંકળ રચી વર્લ્ડ રેકોર્ડ બનાવશે : પ્રિતિ ધોળકીયાનું અભિયાન સાકાર થશે : 'રેઝ વોટ રેઝ વોઈસ' પુસ્તકનું વિમોચન : ૯ શહેરો, ૧૯ ગામડાઓમાં સેમીનારો કર્યા

રાજકોટ, તા. ૨૬ : આવતીકાલે વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચી એક ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઈ રહ્યા છે. શહેરની પ્રતિષ્ઠિત એસ.વી. વિરાણી હાઈસ્કુલ અને કરણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મતદાન આપણી ફરજના ભાગરૂપે અને રાષ્ટ્રહિતના ઉદ્દેશ્ય સાથે એક અભિનવ પહેલ કરવા જઈ રહ્યું છે.

આવતીકાલે ૨૭મીના બુધવારે વિરાણી હાઈસ્કુલમાં સવારે ૯ વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થશે. વિરાણી સ્કુલના વિદ્યાર્થીઓ અને શહેરની વિવિધ સંસ્થાઓના ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓ એકત્રિત થઈ ૮ કિ.મી.થી વધુ લાંબી માનવસાંકળ રચી વર્લ્ડ રેકોર્ડ બનાવશે. ત્યારબાદ મતદાન જાગૃતિના ભાગરૂપે વિદ્યાર્થીઓનો એક મતદાન જાગૃતિ રોડ શો પણ યોજાશે.

આ પ્રસંગે શ્રી કરણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રીતિ ધોળકીયા લિખિત 'રાઈઝ વોટ રાઈઝ વોઈસ' નું વિમોચન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રીતિબેન છેલ્લા ત્રણેક મહિનાથી યુવાઓ વધુને વધુ મતદાન કરવા જાગૃત થાય તે અંગે ૯ શહેરો, ૧૯ ગામડાઓ, શાળાઓમાં અને યુનિવર્સિટીઓમાં સેમીનારો યોજી રહ્યા છે. આવતીકાલે તેઓનું સપનુ સાકાર થશે. મતદાન જાગૃતિ રોડ શો અંતર્ગત 'રાઈઝ વોટ રાઈઝ વોઈસ' બુક વર્લ્ડ રેકોર્ડ  ઈન્ડિયામાં સ્થાન પામી રહી છે. ૯૦૦થી વધુ બાળકો માનવ સાંકળ રચશે. પ્રીતિ ધોળકીયાના 'આપકા મતદાન, લોકતંત્ર કી જાન' શિર્ષક અંતર્ગત અભિયાન ચલાવી રહ્યા હોય તેઓને મો.૯૭૨૬૦ ૮૨૬૮૩ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(4:00 pm IST)