Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

વેરા શાખાની સટાસટીઃ કોર્પોરેશનની તીજોરીમાં ર.૯૪ લાખ કરદાતાએ ર૧૯ કરોડ ઠાલવ્યા

મિલ્કત વેરાના લક્ષ્યાંકમાં ૬ કરોડનું છેટુઃ ગત વર્ષ કરતા આ વર્ષે ૧ર કરોડ વધુની આવકઃ ગોંડલ રોડની ફેડરલ બેંકની મિલ્કત અને ભકિતનગર વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાની મિલ્કતને જપ્તિની નોટીસઃ પરમેશ્વર અને શ્રીમદ્ ભવન સહિતના વિસ્તારમાં ૪ મીલ્કત સીલ

રાજકોટ, તા., ૨૬: મ્યુનિસીપલ કોર્પોરેશનની આવકનો મુખ્ય સ્ત્રોત વેરા શાખાને ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં મિલ્કત વેરા પેટે ર.૯૪ લાખ કરદાતાઓએ રૂ. ર૧૯ કરોડ જમા કરાવતા આ વર્ષે  વેરા શાખાને ગત વર્ષ ર૦૧૭-૧૮ કરતા ૧ર કરોડ વધુ આવક થવા પામી છે. મિલ્કત વેરાના રૂ.રરપ કરોડના લક્ષ્યાંક પુર્ણ કરવા  ૬ કરોડનું છેટુ છે. બાકી મિલ્કત વેરો વસુલવા ત્રણેય ઝોનની વેરા શાખા દ્વારા સીલીંગ, નોટીસ તથા નળ જોડાણ કટ્ટ સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે આજે સેન્ટ્રલ ઝોન દ્વારા ગોંડલ રોડ પર આવેલ ફેડરલ બેંકની મિલ્કત  અને ભકિતનગર વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાની મિલ્કતનો  બાકી વેરો  વસુલવા જપ્તીની નોટીસ આપેલ છે. તેમજ આજે પરમેશ્વર અને શ્રીમદ ભવન વિસ્તારમાં ૪ મિલ્કત સીલ કરવામાં આવી હતી. ત્રણેય ઝોનમાં આજે એક કરોડની આવક થવા પામ છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ મ્યુનીસીપલ કોર્પોરેશનની તિજોરીમાં ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-ર૦૧૯ માં શહેરના ર.૯૪ લાખ કરદાતાઓ દ્વારા રૂ. ર૧૯ કરોડની  મિલ્કત વેરાની આવક  થવા પામી છે. ગત વર્ષ ર૦૧૭-ર૦૧૮માં ૩૧ માર્ચ સુધીમાં ર.પ૩ લાખ કરદાતાઓએ રૂ. ર૦૭ કરોડ ઠાલવ્યા હતા. આ વર્ષે ૧ર કરોડની વધુ આવક થવા પામી છે અને કરદાતાઓમાં વધારો નોંધાયો છે. વેરા શાખાના સુત્રોના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા છેલ્લા ૧ થી ૧ાા મહીનામાં બાકી વેરો વસુલવા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેના કારણે વેરા શાખાનો લક્ષ્યાંક પુર્ણ કરવા ૬ કરોડનું છેટુછે. આજે સેન્ટ્રલ ઝોન અને વેસ્ટઝોનની વેરા શાખા દ્વારા બાકી વેરો વસુલાતની કામગીરીની વિગતો આ મુજબ છે.

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા ગોંડલ રોડ પર આવેલ શવાલીક-પ બિલ્ડીંગમાં આવેલ ફેડરલ બેંકની મિલ્કતના રૂ. ૯.૪૦ લાખ તથા ભકિતનગરમાં આવેલ બેંક ઓફ બરોડાની મિલ્કતના ૧ર.૯૧ લાખ તથા ગોંડલ રોડ ઉપર ૪ કોમર્શયલ   સહિતની કુલ ર૬ મિલ્કતનો બાકી વેરો વસુલવા જપ્તીની નોટીસ આપવામાં આવી છે. તેમજ શ્રીમદ ભવન અને પરમેશ્વર વીસ્તારમાં એક ઇન્ડસ્ટ્રીયલ સહિત કુલ ૪ મિલ્કતને સીલ મારેલ છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનના અન્ય વિસ્તારોમાંથી રૂ. ૧૬.પર લાખની આવક થવા પામી છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસર ધૈર્યભાઇ જોષી, આરતીબેન નિમ્બાર્ક, હેમાન્દ્રીબા ઝાલા, ફાલ્ગુનીબેન કલ્યાણી, કેતન સંચાણિયા તથા ટેકસ ઇન્સપેકટરશ્રી કમલેશભાઇ ઠાકર, મુકેશભાઇ ખંધેડીયા, નિતિનભાઇ ખંભોળિયા, જયોતિભાઇ ખંભોળિયા, જયેશભાઇ પંડયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

વેસ્ટ ઝોન

વેસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા વાવડી વિસ્તારમાં બાકી વેરો વસુલવા કાર્યવાહ કરવામાં આવતા આજે રૂ. ૮૦ લાખની આવક થવા પામી હતી. તેમજ વોર્ડ નં. ૮ માં આવેલ પીજીવીસીએલ ઓફીસ અને જેટકો  સબ સ્ટેશન દ્વારા ૧૦.૬પ લાખનો વેરો ભરપાઇ કરવામાં આવ્યો હતો.

આ કામગીરી સહાયક કમિશનરશ્રી (વેસ્ટ ઝોન) ના માર્ગદર્શન હેઠળ, લગત વોર્ડ નાં આસી. મેનેજરશ્રીઓની સુચનથી ટેકસ ઇન્સપેકટર ગિરિશભાઇ બુધ્ધ્દેવ, વશરામભાઇ કણઝરિયા, હિતેષ મહેતા, વી. આર. પરમાર, નિલરત્ન પંડ્યા, જે.બી.પાતળિયા તેમજ રિકવરી કલાર્ક  દેવાભાઇ રાઠોડ, રાજેશ નૈયા, ભરત વાંક, તુષાર સોલંકી અને વિપુલ કમેજળિયા દ્વારા કરવામાં આવી.

(3:30 pm IST)