Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

સમુદ્ર અને તેની જ્ઞાતિ સામે સુંદર ખારવણ સ્ત્રી ખેપે ચઢેલી

વિદેહી એન્ટરટેઈનમેન્ટ દ્વારા ૬ એપ્રિલે અદ્દભૂત નાટક રજૂ થશે 'સમુદ્ર મંથન': અદિતિ દેસાઈ દિગ્દર્શિત નાટકમાં દિગ્ગજ કલાકારો : અદ્દભુત સેટ, પ્રણય ગીતો સાથે સ્ટેજમાં સમુદ્ર લહેરાવાશેઃ આહલાદક નાટક નિહાળવા ટિકીટ જલ્દીથી મેળવી લો મો. ૬૩૫૪૯ ૯૫૦૦૧

રાજકોટ : વાત છે ૧૯૪૦ ના દાયકાની. એ જમાનામાં જયારે આખી દુનિયા ના ખારવાઓ એવું માનતા કે સ્ત્રી સમુદ્રમાં નાવ પર હાજર હોય તો દરિયા માં અચૂક તોફાન આવે અથવા કંઈક તો અશુભ થાય જ ને ત્યારે ખારવાઓ એટલા ઝનુની બની જતા કે સ્ત્રી ને દરિયા માં પધરાવી દેતા ! એ જમાના માં આપણાં કચ્છ - માંડવીની એક ખારવણ, ૧૯૪૩ થી ૧૯૪૮ સુધી માત્ર ભારત માં નહિ બલ્કે અનેક દેશો માં વ્યાપાર કરવા વહાણ દ્વારા જાયને સફળ કેપ્ટન બને એવી સત્ય હકીકત પર આધારિત કાલ્પનિક પ્રણય કથા ના રોમાન્ચવાળી વાર્તા એટલે -વિદેહી એન્ટરટેઇન્મેન્ટ પ્રસ્તુત આગામી ગુજરાતી નાટક 'સમુદ્ર મંથન'!

વિદેહી એન્ટરટેઇન્મેન્ટના દેવલ વોરા, રાજકોટના સાહિત્ય-રસિકો માટે કંઈક નવું, કંઈક અનોખું લાવવા સતત પ્રયત્નશીલ રહે છે. તેઓએ લાવેલું, સૌમ્ય જોશી આલેખિત- દિગ્દર્શિત નાટક 'આજ જાને કી જીદ ના કરો' અને 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ' ને રાજકોટવાસીઓએ ભાવપૂર્વક પ્રચંડ પ્રતિસાદ આપ્યો. નાટક પૂરૃં થયા પછી સૌ દર્શકોની તાળીઓએ અને ખડખડાટ હાસ્ય-રેલીઓ એ સાબિત કરી આપ્યું કે રાજકોટની કલાપ્રેમી જનતા માટે સારા અને પ્રયોગશીલ નાટકોને આવકારવાની ખુલ્લા હૃદયની ભાવના શિખર પર છે! માટે જ રાજકોટના કલાપ્રેમી રસિકો માટે દેવલ વોરા, એક સાવ અનોખો પ્રયોગલઇનેફરી આવી રહ્યા છે.

અદિતિ દેસાઈ દિગ્દર્શિત , અને આરજે દેવકી લિખિત સમુદ્ર મંથન નાટક ના મુખ્ય કલાકારો - અમદાવાદ ની સફળતમ આરજે દેવકી (રેડ એફ.એમ., અમદાવાદ) અને અભિનય બેંકર (૧૮ જેટલી ગુજરાતી ફિલ્મો અને સ્ટેજ ના સફળ કલાકાર) સાથે ૨૫ જેટલા કલાકારો, ડાન્સરો પણ છે.'કલરીપયટ્ટુ' જેવો અઘરો ભાતીગળ ડાન્સ પ્રકાર વણી લેતું બે કલાકનું આ મ્યુઝિકલ નાટક , સ્ટેજ પર ઉભી કરાતી વિશાળ વહાણની રચના જેવા અદભુત સેટ , મધુર પ્રણય ગીતો, લાઇટ, સાઉન્ડ, ડાન્સ થકી સ્ટેજ પર જાણે સમુદ્ર લહેરાવશેમ ગુજરાતી રંગભૂમિ ઇતિહાસ માં સમુદ્ર - સફર ની કથા પર આધારિત અત્યંત જૂજ નાટકો માનું એક નાટક ની સ્ક્રિપ્ટ આરજે દેવકી એ લખી છે.

નાટક નો એક માત્ર પ્રયોગ ૬ઠ્ઠી એપ્રિલ , રાત્રી ના ૯.૩૦ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે થશે. નાટકની ટિકિટો ના દર રૂ. ૨૦૦ થી લઇ રૂ. ૬૦૦ સુધી ના છે. મનગમતી સીટ મેળવવા આજે જ સંપર્ક કરો : ૬૩૫૪૯૯૫૦૦૧.

વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના આ પ્રયોગ માં તેમના સદાય ના શુભ ચિંતક અને દરેક ડગલે ને પગલે સહાયક એવા અકિલા પરિવાર ના મોભી શ્રી કિરીટ ભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવાર અને ટીપોસ્ટ પરિવારનો સહકાર સાંપડ્યો છે. આ ઉપરાંત સમુદ્ર મંથન નાટકના સપોર્ટર્સ તરીકે વિકાસ ગેસ સ્ટવ , માઇક્રોફાઇન ઘરઘંટી , સિદ્ઘિવિનાયક ફોર્ડ, સેઇલર સોડા, કાઠિયાવાડી સ્વાદબંધુ, શિલ્પા લાઈફ સ્ટાઇલ, તિરૂપતિ કુરિયર, પરીન ટાટા મોટર્સ અને પરીન ફર્નિચર નો પણ સહકાર સાંપડ્યો છે.

રાજકોટ વાસીઓ ને આ અદભુત નાટક ની ટિકિટ વહેલી તકે મેળવી લેવા અનુરોધ સાથે યાદીના અંતમાં જણાવાયું છે.

(1:08 pm IST)