Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

૨૦૨૫ સુધીમાં દેશને 'ટીબી'માંથી મુકત કરવાનો લક્ષ્યાંક : પદ્મકુંવરબા હોસ્પિટલમાં કીટ વિતરણ

રાજકોટ : વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશને ટીબી મુકત કરવાના લક્ષ્યાંકને આકાર કરવા પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ ટીબી દિવસ ઉજવણીના અનુસંધાને ૩૦ ટીબીના દર્દીઓને પોષ્ટિક આહારની કીટનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડો. રૂપાલી મહેતા (આરડીડી) તેમજ જીલ્લા ક્ષય અધિકારી શ્રી ડો. લક્કડના માર્ગદર્શન હેઠળ દર્દીઓ તથા સ્ટાફને ટીબી રોગ વિશે માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા પદ્મકુંવરબા હોસ્પિટલના અધિક્ષક શ્રી ડો.યોગેશ દવે, આરએમઓ  ડો. જોષી તથા પદ્મકુંવરબા હોસ્પિટલના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. દર્દીઓને પોષ્ટિક આહારની કીટ આપનાર દાતા ચિરાગભાઈ કમાણી, રાજેશભાઈ ભોજાણી, ડો. અશોક રાઠોડ, હિનાબેન સગપરીયા તથા પદ્મકુંવરબા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહેલ.

(1:07 pm IST)