Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

તરબૂચના ઢગલા ઉનાળાનું ઉત્તમ ફળ

બળબળતા ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે, કાળઝાળ ગરમીમાં આરોગ્ય ટનાટન રહે તે માટે કુદરતે ઉત્તમ વ્યવસ્થા રાખી છે. રસથી ભરપૂર તરબૂચ આરોગવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઇ રહી છે અને પોષણ પણ પ્રાપ્ત થાય છે આવા ઉત્તમ ફળના રાજકોટમાં ઢગલા થયા છે. રૂ. ૧પ થી ર૦ ના કિલો લેખે વેચાઇ રહેલા તરબૂચ ખુબ ગુણકારી છે. ઘણી વખત ફરીયાદ ઉઠે છે કે, તરબૂચને મીઠામધ જેવા બનાવવા ઇન્જેકશન મારવા સહિતના કીમિયા થાય છે. તંત્રએ આ સામે જાગૃતિ દર્શાવી જરૂરી છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:02 pm IST)