Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

એસ.સી.-એસ.ટી. સમાજને સ્પર્શતા સુપ્રિમ કોર્ટના ચુકાદાને રદ્દ કરોઃ રાષ્ટ્રપતિને આવેદન

કલેકટરને આવેદન અપાયું: કોઇ કોમનું અપમાન ન કરી શકાય

શહેર કોંગ્રેસ અનુ. જાતિના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યું ત્યારની તસ્વીર.

રાજકોટ તા. ર૬: શહેર કોંગ્રેસ અનુ. જાતિના આગેવાનોએ રાષ્ટ્રપતિજીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી એસસી-એસટી સમાજને સ્પર્શતા સુપ્રિમ કોર્ટના ચુકાદાને રદ કરવા માંગણી કરી છે.

આવેદનમાં ઉમેર્યું હતું કે સને ૧૯૮૯માં ભારતીય લોકસભામાં એટ્રોશીટી એકટ કાયદો બનાવવામાં આવ્યો છે. તેનો હેતું અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ ઉપર થતાં જાતિ ભેદને કારણે થતાં અત્યાચાર રોકવા અને આ જાતિઓને સલામતી આપવાનો પ્રયત્ન છે.

સન ર૦૦૮માં એટ્રોશીટી એકટ હેઠળ સવર્ણસિધ વિ. રાજય (ર૦૦૮) ૩. સુ. કો. કે. (કી) પર૭ ના કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા અવલોકન કરેલ છે અને એટ્રોશીટી એકટની કલમ ૩(૧) ૧૦નું અર્થઘટન કરતી વખતે કેમ અને શા માટે ઘડવામાં તેનો હેતુ ધ્યાને લેવા જણાવેલ છે. સવર્ણશીંગના કેસમાં સુપ્રિમ કોર્ટ અવલોકનમાં એવું જણાવેલ છે, આ લોકશાહી અને સમાનતાના યુગમાં કોઇ જાતિ અથવા લોકો દ્વારા કોઇ કોમનું અપમાન ન કરી શકે તે તેને નીચી દ્રષ્ટીએ જોઇ ના શકાય, જે આપણા બંધારણનો આત્માં છે અને ભારતીય બંધારણના પાયાના લક્ષણનો ભાગ પણ છે.ર૦૧૭ના એટ્રોસીટી એકટ હેઠળ સુપ્રિમ કોર્ટના ચુકાદામાં એવી ટકોર કરેલ છે જે એટ્રોશીટી એકટ હેઠળ આવેલ કેસમાં આગોતરા જામીન ન આપવા અને કોઇ જજ દ્વારા આ ચુકાદાનું ઉલ્લંઘન કરી આગોતરા જામીન આપવામાં આવે તો સુપ્રિમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરવા બરાબર છે, તેના ઉપર કાર્યવાહી કરવા જણાવેલ છે.

ર૦૧૮ માં સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રોશીટી એકટ ૧૯૮૯ અને ર૦૦ર ની જોગવાઇની વીપરીત ચુકાદો આપવામાં આવેલ છે. જે અગાઉના એટ્રોસીટી એકટ હેઠળ સુપ્રિમ કોર્ટે આપેલ ચુકાદાના ઉલ્લંઘન બરાબર છે. આથી સન ર૦૧૮માં સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રોશીટી એકટ હેઠળ આપવામાં આવેલ ચુકાદાને રદ કરવાની કાર્યવાહી આપના સ્થળેથી સત્વરે કરાવવા વિનંતી છે, તેમ રાષ્ટ્રપતિજીને આવેદનમાં વિનંતી કરાઇ છે.

આવેદનપત્ર દેવામાં અગ્રણીઓ સર્વે શ્રી નરેશ સાગઠીયા, પ્રભુદાસ શ્રીમાળી, સુરેશ બથવાર, બાલુભાઇ વીંઝુડા, રવજીભાઇ ખીમસુરીયા, ગોવિંદભાઇ વધેરા, સીમીબેન જાદવ, ગીતાબેન ુરબીયા, મનોજભાઇ ગેડીયા, રમેશભાઇ ડૈયા, માવજીભાઇ રાખશીયા, હીંમતલાલ મૈયાત્રા, કરશનભાઇ મુછડીયા, પ્રવિણભાઇ ચાંડપા, છગનભાઇ ચાવડા, હીરાભાઇ પરમાર, ગેલાભાઇ મુછડીયા, નારણભાઇ પુરબીયા, પ્રકાશભાઇ રાખોલીયા, હીરાભાઇ ચાવડા, નરેન્દ્રભાઇ રાઠોડ, કેશુભાઇ રાઠોડ, પરસોતમભાઇ સોલંકી, અરવિંદભાઇ મુછડીયા વિગેરે જોડાયા હતા.

(3:59 pm IST)