Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

રાજકોટના કારખાનામાં ત્રણ બંગાળી બાળકો પર ત્રાસઃ ત્રણેયના મામા-મામીની ધરપકડ

વતનમાં જવાની ના પાડતાં રાજકોટથી નીકળી ગયા'તાઃ સોમનાથ રેલ્વે પોલીસે પુછતાછ કરતાં ત્રાસની વિગતો વર્ણવીઃ જુનાગઢ પહોંચતા બાળ કલ્યાણ સમિતીના ચેરપરસને ફરિયાદ કરી

રાજકોટ તા. ૨૬: સંત કબીર રોડ પર કનકનગર-૧૦માં ઇમિટેશનનું કારખાનુ ધરાવતાં સિકંદર ઇબ્રાહીમભાઇ શેખ અને તેની પત્નિ પાકીઝા સિકંદર શેખ વિરૂધ્ધ જુનાગઢ બાળ કલ્યાણ સમિતના ચેર પરસન રમિલાબેન પ્રવિણભાઇ કથીરીયા (ઉ.૫૨)એ રાજકોટ થોરાળા  પોલીસ મથકમાં જુવેનાઇલ એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. બંગાળના ત્રણ બાળકોને આ દંપતિએ કામે રાખી પુરતુ જમવા ન આપી હેરાન કરી ત્રાસ ગુજાર્યાના ગુના સબબ બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતાં.

આ પતિ-પત્નિએ પોતાના કારખાનામાં ત્રણ બંગાળી સગીર બાળકોને કામે કરાખી તેના પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારી મારકુટ કર્યાનો આરોપ મુકાયો છે. ત્રણ દિવસ પહેલા ત્રણ બાળકો આ કારખાનેથી ભાગી નીકળ્યા હતાં. તે ટ્રેનમાં સોમનાથ પહોંચતા ત્યાંની પોલીસને મળતાં પુછતાછ કરતાં રાજકોટમાં તેના પર પોતે જ્યાં કામ કરતાં હતાં ત્યાં શેઠ-શેઠાણીએ ત્રાસ ગુજાર્યાનું જણાવતાં ફરિયાદ નોંધાવાઇ છે. પી.એસ.આઇ. એમ. એફ. ડામોર અને નારણભાઇ શિરોલીયાએ દંપતિની ધરપકડ કરી હતી. આ બંનેએ એવું કહ્યું હતું કે હાલમાં ત્રણેયને વતનમાં જવાની ના પાડતાં નીકળી ગયા હતાં. ત્રણેયના પોતે મામા-મામી થાય છે. (૧૪.૯)

(1:02 pm IST)