Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ત્રંબા પાસે તરબુચ ભરેલા રીક્ષા મંદિર સાથે અથડાઇઃ ચાલકને ગંભીર ઇજા

કોટડાસાંગાણી તા.૨૬: રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા પાસે તરબુચ ભરેલી રીક્ષા મંદિર સાથે અથડાતા ચાણકને ગંભીર ઇજા થઇ હતી.

મળતી વિગતો મુજબ ત્રંબા ગામ નજીક ઢાંઢણી ગામના પાટીયા પાસે લોધા રાજપુત પરીવારના સુરાપુરા દાદાના મંદિર સાથે તરબૂચ ભરેલી અતુલ શકિત રીક્ષા નંબર જીજે ૩એફસી ૬૦૮ના ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા ધડાકા ભેર મંદિર સાથે અથડાતા રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. અને તેમનો પાછળનો ભાગ પણ રીક્ષાથી અલગ થયો હતો અને તેમા ભરેલા તરબૂચ વેર વીખરે થયા હતા જ્યારે ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.(૧.૧૧)

 

(12:06 pm IST)