Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં ગંદા પાણીની રેલમછેલ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૮ માં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ હરિદ્વાર સોસાયટી શેરી નં. પ માં છેલ્લા બે - ત્રણ મહિનાથી ભુગર્ભ ગટરની ફરીયાદ ઉઠી રહી છે. આ અંગે વિસ્તારવાસીએ તંત્ર વાહકોને અનેક વખત રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ 'જૈસૈ થે' જોવા મળી રહી છે. આ સમસ્યાનો ઉકેલ તાકીદે લાવવા રહેવાસીઓ માંગ કરી છે.

(4:00 pm IST)