Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

સિવિલમાં આવવા જવાનો હવે એક જ રસ્તોઃ પોસ્ટ મોર્ટમ રૂમ પાસેનો કામચલાઉ રસ્તો કો'કે રાતોરાત બંધ કર્યો

આ શોર્ટકટથી સીધા નવી કલેકટર કચેરી તરફ જઇ શકાતું હતું: હોસ્પિટલ ચોકમાં ટ્રાએન્ગલ ઓવર બ્રિજનું કામ ચાલુ છે ત્યારે કામચલાઉ રસ્તો વિધીસર ચાલુ કરી દેવો જરૂરીઃ મોટા ભાગનો સ્ટાફ ટુવ્હીલર પર અહિથી આવ-જા કરે છે

રાજકોટ તા. ૨૬: સિવિલ હોસ્પિટલ ચોકમાં ટ્રાએન્ગલ ઓવરબ્રિજનું કામ ચાલુ થયું હોવાથી જામનગર રોડ રેલ્વે હોસ્પિટલ સામેનો મેડિકલ કોલેજ તરફ જતો બે ગેઇટવાળો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તબિબી અધિક્ષકશ્રીની ઓફિસની સામેનો ગેઇટ હતો એ પણ ઘણા વર્ષો પહેલા બંધ કરી દેવાયો હતો. હવે અંદર આવવા જવા માટે એસબીઆઇ સામેનો એક જ ગેઇટ રહ્યો હોઇ અહિ રોજબરોજ ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઇ છે. સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ પાસે આવેલા મંદિરની લગોલગ એક કામચલાઉ રસ્તો ચાલુ હતો. અહિથી કોઇપણ ટુવ્હીલર પર સરળતાથી આવ-જા થઇ શકતી હતી. સિવિલનો મોટા ભાગનો સ્ટાફ કે જે ટુવ્હીલર વાપરે છે અને જામનગર રોડ કે કલેકટર કચેરી તરફથી આવતો હોય છે તે આ રસ્તાનો ઉપયોગ કરે છે. હાલ હોસ્પિટલનો રેલ્વે હોસ્પિટલ સામેનો ગેઇટ બંધ હોઇ જેથી આ કામચલાઉ રસ્તો ખુબ ઉપયોગી હતો અને તેના કારણે મોટા ભાગનો ટુવ્હીલરનો ટ્રાફિક પણ અહિથી સરળતાથી પસાર થઇ જતો હતો. પરંતુ ગત રાતે ઓચીંતા જ કોઇએ આ રસ્તા આડે લોખંડનો ડેલો અને જુના ભંગાર વાહનો ખડકી દઇ બંધ કરી દેતાં દરરોજ આ કામચલાઉ રસ્તેથી આવ જા કરનારા તબિબો, નર્સિંગ સ્ટાફ તથા બીજા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હોસ્પિટલમાંથી બહાર નીકળવા આ રસ્તાનો ઉપયોગ થાય તો સીધી નવી કલેકટર કચેરીએ પહોંચી શકાતું હતું. જ્યારે કલેકટર કચેરી તરફથી આવનારા ટુવ્હીલર ચાલકોને હવે છેક ધરમ ટોકિઝ થઇ ચોૈધરી હાઇસ્કૂલ થઇ હોસ્પિટલમાં પ્રવેશવું પડશે. કામચલાઉ ગેઇટ વિધીસર  હાલ પુરતો ચાલુ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

 

  • સિવિલ હોસ્પિટલમાં બંધ થયેલા એકસ રે રૂમમાં ફરીથી પોર્ટેબલ મશીન મુકી સેવા યથાવત કરવામાં આવી

રાજકોટ તા. ૨૬: સિવિલ હોસ્પિટલમાં ૭ નંબરની ઓપીડીમાં એકસ રે મશીન ગઇકાલે બંધ થઇ જતાં ૨૧ નંબર અને ટ્રોમાકેર સેન્ટરના એકસ રે રૂમ ખાતે દર્દીઓની કતારો લાગી ગઇ હતી. કલાકો સુધી દર્દીઓને હેરાન પરેશાન થવું પડ્યું હતું. હાલ તુર્ત હોસ્પિટલના સત્તાધીશોએ બંધ થયેલા મશીનને હટાવી તેની જગ્યાએ પોર્ટેબલ મશીન મુકી એકસ રે વિભાગ ચાલુ કરાવી દર્દીઓની દુવિધા દૂર કરવા પ્રયાસ કર્યો છે. જો કે અમુક એકસ રે માટે તો ૨૧ નંબરમાં જ આવવું પડશે. કારણ કે જગ્યાના અભાવે મુખ્ય મશીન અહિ હજુ મુકી શકાયું નથી.

(3:20 pm IST)
  • કોરોનાનો ફુંફાડોઃ ભારતાં ૨૪ કલાકમાં ૧૬૫૭૭ કેસઃ ૧૨૦ લોકોને ભરખી ગયો : છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ભારતમાં કોરોનાના ૧૬૫૭૭ નવા કેસ સામે આવ્યા છે. ૧૨૧૭૯ લોકો સંક્રમણથી મુકત થયા છે, જ્યારે ૧૨૦ લોકોના મોત થયા છે, કુલ કેસ ૧,૧૦,૬૩,૪૯૧ થયા છે જેમા ૧૫૫૯૮૬ એકટીવ કેસ છેઃ ૧૫૬૮૨૫ લોકોના મોત થયા છેઃ ૧૦૭૫૦૬૮૦ લોકો સાજા થયા છે access_time 11:28 am IST

  • એફિલ ટાવરથી પણ ઊંચા ભારતના ગૌરવની તસ્વીર : રેલમંત્રીએ આપી જાણકારી :જમ્મુ-કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઊંચો પુલની કામગીરી અંતિમ તબક્કામાં : રેલવે મંત્રીએ તસ્વીર શેર કરી : કટડા -બનિહાલ વચ્ચે રિયાસીમાં ચિનાબ નદી પર આ પુલનું નિર્માણ access_time 1:20 am IST

  • હવે શિવરાજસિંહ ચૌહાણે પણ આપી ચેતવણી : કહ્યું કોરોના સંકટ ટળ્યું નથી : સુરક્ષાના ઉપાયો અપનાવો નહીંતર લોકોડાઉન જેવા પગલાં લેવા પડશે :મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ ફેલાતું અટકવવા લોકોને સહયોગ આપવા અને સાવધાની રાખવા અપીલ કરી access_time 1:10 am IST