Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

રૈયા રોડ પર આમ્રપાલી અંડરબ્રીજના ભોયરામાં રેલીંગ મુકાવો : બીપીન અઢીયા

મ્યુ. કોર્પોરેશન અને રેલ્વેના અધિકારીઓ સમક્ષ રજુઆત

રાજકોટ તા. ૨૬ : રૈયા રોડ પર આમ્રપાલી ફાટક ઉપર અંડરબ્રીજ બનાવવામાં આવતા આ વિસ્તારના લોકોની વર્ષો જુની માંગણી સંતોષાઇ છે. જે બદલ પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન બીપીનભાઇ અઢીયાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને મહાનગરપાલીકાના તંત્રવાહકોનો આભાર વ્યકત કરેલ છે.

સાથોસાથ તેઓએ એક નવુ સુચન એ કરેલ છે કે આ બ્રીજમાં ઉપરથી પસાર થનારાઓએ નીચે ઉતરવા જે ભોયરા બનાવવામાં આવેલ છે તેને રેલીંગ મુકવામાં ન આવી હોવાથી લોકો પડી જવાના બનાવો બનતા રહે છે. આદર્શ સોસાયટીના આગેવાન નલીનભાઇ જોષી, રાજુભાઇ જોષીએ બીપીનભાઇ સમક્ષ એવી રજુઆત કરેલ કે આ વિસ્તારના વયોવૃધ્ધ નગીનદાસ અનડકટ આ ભોયરામાંથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે પગથીયા ઉતરતી વખતે પગ લથડતા નીચે પડી ગયા હતા. હાથ અને પગમાં ઇજા થઇ હતી.

આ સંદર્ભે મહાનગરપાલીકાના અધિકારીશ્રી અને રેલ્વેના અધિકારીશ્રીને ધ્યાન દોરી આ ભોયરામાં પસાર થવા પગથીયાની બન્ને સાઇડ રેલીંગ મુકાવવા રજુઆત કરવામાં આવેલ છે. ત્યારે સત્વરે આ બાબતે ધ્યાન અપાય તેવી અંતમાં પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન બિપીનભાઇ અઢીયા (મો.૮૮૪૯૮ ૭૨૧૭૪) એ માંગણી ઉઠાવી છે.

(3:18 pm IST)