Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

વિટામિન એ, બી, સી થી ભરપુર તરબૂચઃ ૬% ખાંડ, ૯૦ % પાણીની કુદરતી ભેટ

ફાઈબર, આર્યન, મેગ્નેશિયમ ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા કુદરતી ખનીજો

ઉનાળો શરૂ થઈ ગયો છે. ઉનાળાની ગરમીથી બચવા અને તરસ છીપાવવા માટે તરબૂચ અને તેના લાલ ઠંડા ટુકડાની ડિસો મસાલા છાંટીને ખાવાની શરૂઆત પણ થઈ ગઈ છે.

પાચનતંત્ર સુધારતા એક જ ફેમિલીમાં સભ્યો

તરબૂચ, દુધી, કોળું, સાકરટેટી, કાકડી આ બધા ફળો અને શાકભાજીને  વૈજ્ઞાનિકોએ એક  કુળના ગણેલા છે.

તરબુચ દ્વારા સાયન્સનું મોડેલ સમજાવાયુ

  પદાર્થ-તત્વમાં રહેલા પરમાણુની શોધ થઈ ત્યારે પરમાણુની રચના સમજાવવા માટે જે.જે. થોમ્સન નામના વૈજ્ઞાનિકે પ્લામ પુડિંગ મોડલમાં ધન વિજભરને તરબૂચના લાલ ગર્ભ અને તેમાં રહેલા કાળા બીજને ઇલેકટ્રોન સાથે સરખાવેલ.

એન્ટી ઓકસીડંટ તરબૂચના ફાયદાઓ

    આયુર્વેદની દ્રષ્ટિએ જ્યૂસના બદલે તરબૂચને નેચરલ સ્થિતિમાં ખાવું વધુ ફાયદાકારક

(૧)પાચનતંત્રમાં ઉપયોગીઃ- તરબૂચમાં પાણીની માત્રા વધારે છે અને તે કેટલાક ફાયબર પણ ધરાવે છે.આ પોષક તત્વો કબજિયાતને દુર કરવામાં મદદ કરે છે.

(૨)આંખ માટે ઉપયોગીઃ- તરબૂચમાં વિટામિન-એ  સારા પ્રમાણમાં હોવાથી આંખો માટે ખૂબ જ ઉપયોગી થાય છે.

(૩)વજન ઘટાડવામાં ઉપયોગીઃ- ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.વળી તેમાં સારા પ્રમાણમાં ફાઈબર હોવાને કારણે શરીરનું વજન ઘટાડવા પણ ઉપયોગી થાય છે.

(૪)ત્વચાને નીખારે છે :- તરબૂચમાં વિટામિન સીનું પ્રમાણ ઘણું છે. વિટામીન સી.ચામડીના રોગોમાં ઉપયોગી છે.વિટામિન સી ઘાના ઉપચારને પણ પ્રોત્સાહન આપે છે.

(૫)તરસને સારી રીતે છીપાવી શકે છેઃ- તરબૂચમાં કુદરતી ખાંડ અને કુદરતી પાણીનું પ્રમાણ હોવાને કારણે તરસને ખૂબ સારી રીતે છીપાવી શકે છે.

(૬)એન્ટીઓકિસડન્ટ તરીકે સારૃં કામ આપે છેઃ- ફેટ અને કોલેસ્ટ્રોલ રહિત તરબૂચમાં ફાઇબર અને ૯૦ ટકાપાણી ઉપરાંત વિટામિન સી તથા ઘણા પ્રકારના ફ્લેવોનોટ્ડસ આવેલા છે શરીરમાં જમા થતા ઝેરી તત્વો-ટોકિસનને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.

તરબૂચનું વૈજ્ઞાનિક નામ

Cirtrullus Lanatus, (સિટ્રુલસ લેનેટસ), અંગ્રેજી નામ- Water milon

નિષ્ણાંતોની ટીમ

(૧) વૈદ્ય એલ્વિસ દેત્રોજા, એમ.ડી. આયુર્વેદ, ગવર્મેન્ટ હોસ્પિટલ જુના વાઘણીયા જી.અમરેલી, મો.૯૪૨૯૭૧૩૭૫૭

(૨) વૈદ્ય કિરીટ પટેલ, બીએએમએસ, જુનાગઢ, મો.૯૪૨૬૯૯૫૦૮૯

ખાસ નોંધઃ-

(૧) પ્રયોગ શરૂ કરતાં પહેલા આપણા બંને નિષ્ણાત વૈદરાજોની  સલાહ લય જ લેવી, (૨) આપણા શરીરના ડૉકટર આપણે પોતે જ બનવું પડે, ઘણી બધી જુદી જુદી ઔષધિઓ ડાયાબિટીસ,બીપી તથા અન્ય રોગમાં ઉપયોગી છે.પરંતુ તે આપણા શરીરની તાસીર ઉપર આધાર રાખે છે., (૩) પ્રયોગનો અતિરેક થવો જોઈએ નહીં.

લેખકઃ અશ્વિન ભુવા,

મો.૮૩૨૦૫ ૫૬૦૧૨,  ૯૪૨૮૮ ૮૯૫૬૦

(3:14 pm IST)