Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

જીલ્લા-તાલુકા પંચાયતની ચુંટણી અંતર્ગત ત્રંબા-સરધાર હેઠળના ગામોમાં પેરા મિલ્ટ્રી ફોર્સને સાથે રાખી આજીડેમ પોલીસની ફલેગમાર્ચ

રાજકોટઃ રાજકોટ જીલ્લા અને તાલુકા પંચાયતની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં શાંતિપુર્વક રીતે મતદાન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પોલીસ સતર્ક બની છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના અને એસીપી એચ. એલ. રાઠોડના માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી. જે. ચાવડા અને ટીમોએ પોલીસ સ્ટેશન હેઠળ વિસ્તારના ત્રંબા જીલ્લા પંચાયત અને સરધાર જીલ્લા પંચાયત હેઠળના ગામડાઓમાં પેરા મિલ્ટ્રી ફોર્સને સાથે રાખી ફલેગમાર્ચ યોજી હતી.

(11:45 am IST)
  • દત્તક લીધેલા યુંઅવાકના લગ્નમાં ગાઝીપુર જશે રક્ષામંત્રી રાજનાથસિંહ : આશ્રમ પદ્ધતિ વિદ્યાલય વારાણસીમાં વિજેન્દ્રે ટોપ કર્યું હતું : રાજનાથસિંહ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે વારાણસી સ્થિત આશ્રમ પદ્ધતિ વિદ્યાલયના તત્કાલીન પ્રધાનાચાર્યને ફોન કરીને બે ગરીબ અને તેજસ્વી બાળકોને દત્તક લેવા ઈચ્છા દર્શાવી હતી :વિજેન્દરને દત્તક લઈને રાજનાથસિંહે અભ્યાસની જવાબદારી નિભાવી હતી access_time 1:23 am IST

  • દેશમાં ફરીવાર કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,562 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,63,038 થઇ :એક્ટિવ કેસ 1,53,849 થયા: વધુ 12,203 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,48,759 થયા :વધુ 119 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 861 થયા access_time 1:31 am IST

  • સીંગતેલમાં રૂ. ૭૫ અને કપાસીયા તેલ અને પામોલીન તેલના ભાવમાં રૂ.૧૦૦નો વધારો ઝીંકાયો access_time 4:25 pm IST