Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાજકોટમાં વેરાવળના ભાજપ અગ્રણી સોની વેપારી અરવિંદભાઇ રાણીંગાની રિવોલ્વરમાંથી ફાયરીંગઃ ડ્રાઇવરને ઇજાઃ રાણીંગાની ધરપકડ

         રાજકોટઃ  સ્ટરલીંગ હોસ્પિટલ રાજકોટ રાહુલ ભામાભાઇ હરણ (ઉ.વ.ર૭) (રહે. વૃંદાવન સોસા. ભાલકા વેરાવળ વાળા) ગઇકાલે સાંજના ૭ વાગ્યાની આસપાસ પોતે પોતાના શેઠ અરવિંદભાઇ રાણીંગાની ગાડીમા ડ્રાઇવીંગ સીટ ઉપર બેઠેલ હતા તયારે રોયલ પાર્ક મેઇન રોડ, માનસરોવર એપાર્ટમેન્ટ પાસે હતા ત્યારે અચાનક ગનમાંથી ફાયર થતા ડાબા હાથે તથા ડાબા પગે ઇજા થતા સ્ટરલીંગ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. જે મુજબની એન્ટ્રી આવતા ઇન્વે. સ્ટાફ તાત્કાલીક સ્ટરલીંગ હોસ્પિટલે પહોંચેલ અને ઇજા પામનાર બેભાન હોય બનાવ સંબંધી વિગતો મેળવી અમોને જાણ કરતા ઉપરી અધિકારીને બનાવથી માહિતગાર કરી બાદ ઇજા પામનાર ભાનમાં આવતા પુછપરછ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

         રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ તથા નાયબ પોલીસ કમિશ્નર  (ઝોન-ર) તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) તથા મદદનીશ પોલીસ કમિશ્નર (પશ્ચિમ વિભાગ) ના માર્ગદર્શન મુજબ ઇજા પામનાર રાહુલભાઇ ભમાભાઇ હરણે તેના શેઠ અરવિંદભાઇ હસમુખભાઇ રાણીંગા વાળાની હથિયાર લાયસન્સવાળી રીવોલ્વર ગેરકાયદેસર રીે પોતાના કબજામા રાખી તેનો ઉપયોગ કરી પોતાને ઇજા કરી તેમજ  અરવિંદભાઇ હસમુખભાઇ રાણીંગાએ પોતાના પાસેની હથીયાર લાઇસન્સ વાળી રીવોલ્વર બેદરકારીથી પોતાની કબજાની ફોરવ્હીલ ગાડીમાં મુકી રાખી રાહુલ ભમાભાઇ હરણનાઓને ગાડી સોંપી હથીયાર લાઇસન્સ નિયમોનો ભંગ કરી બન્નેએ ગુનો કરેલ હોય તેઓની સામે ધોરણસર થવા પો.હેડ કોન્સ. ભગીરથસીંહ જે. ખેર નાઓએ સ. ત. ફરીયાદ રીપોર્ટ આપેલ અને આ કામે ઇજા પામનાર આરોપી હાલ સારવાર હેઠળ તેમજ આરોપી નં.(ર) ની પુછપરછ કરી ધોરણસર થવા તજવીજ ચાલુ છે.  આ કામની આગળની તપાસ ચાલુ છે.

આરોપીઃ (૧) રાહુલ ભામાભાઇ હરણ (ઉ.વ.ર૭) (રહે. વૃંદાવન સોસા. ભાલકા વેરાવળ ) (ર)  અરવિંદભાઇ હસમુખભાઇ રાણીંગા ( રહે. આકાશ કોમ્પલેક્ષ, વેરાવળ)

(9:18 pm IST)