Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન મુકો, દર્દીઓને દવા બારીએ થતી મુશ્કેલી દૂર કરાવો

કોંગ્રેસની હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટી દ્વારા રજૂઆત

રાજકોટ, તા. ૨૬ : સિવિલ હોસ્પિટલમાં બહારગામથી આવતા દર્દીઓને મુશ્કેલીઓ પડતી હોય હેલ્થ અને હોસ્પીટલ કોંગ્રેસ સમીતી દ્વારા સુપ્રિડેન્ટ શ્રી મનીષ મહેતાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં જણાવેલ કે રૂમ નં. ૧૭/૧૮માં દર્દીઓને બેસવા માટે વ્યવસ્થા નથી, કેશબારીએ લાઇટની સુવિધાનું પ્રમાણ ઓછુ છે, સોનોગ્રાફી મશીન બ ે મુકવા, કેશબારીએ જે ટ્રાફીક થાય છે તે યોગ્ય કરવું. આ ઉપરાંત એચઆઇવી દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યા અન ેખાનગી હોસ્પિટલમાં પોઝેટીવ આવ્યા તેની તપાસ કરવી.  થેલેસીમીયા ૧૨ વર્ષથી બાળકોને એક મહિને લોહી ચડાવવાનું હોય છે પણ બ્લડ બેંકમાં લોહીની સગવડતા ન હોય યોગ્ય કરવા જણાવાયું હતુ.

આ રજુઆતમાં  હેલ્થ અને હોસ્પિટલ સમીતી પ્રમુખ  ચુડાસમા કાળુભાઇ, મંત્રી ઘનશ્યામ મકવાણા, અમૃતભાઇ રાઠોડ, ભાઇલાલ ભાઇ, અશ્વિનભાઇ, નરેન્દ્રભાઇ જાડેજા, અબ્દુલભાઇ, એસે.સી.એલના નરેશભાઇ સાગઠીયા, હરેશભાઇ રાઠોડ, વહીદાબેન, દુબેદાબેન, બીબીબેન, હમીદાબેન, મોડાસા નીલાબેન, પ્રિયંકાબેન અને જીજ્ઞેશભાઇ વાગડીયા જોડાયા હતા.

(4:46 pm IST)