Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાજકોટ બાર એસો. દ્વારા હાઇકોર્ટ જજ તરીકે પસંદગી પામેલ સેશન્સ જજ ગીતાબેન ગોપીનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો

તમામ વકીલ મંડળ દ્વારા ગીતાબેન ગોપીને શુભેચ્છાઓ પાઠવાઇઃ મોટી સંખ્યામાં વકીલોની ઉપસ્થિતી

રાજકોટ તા. ર૬ :.. રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપી મેડમને સુપ્રીમ કોર્ટ દ્વારા કોલેજીય સીસ્ટમ મુજબ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમણુંક આપવામાં આવેલ હોવાથી રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ વિ. રાજાણી અને તેમની સમગ્ર ટીમ દ્વારા ભવ્યાતીત ભવ્ય ફેરવેલ પાર્ટીનું આયોજન સાંજે પ.૩૦ કલાકે કરવામાં આવ્યું હતું.

જે કાર્યક્રમમાં રાજકોટના ઇન્ચાર્જ જીલ્લા મુખ્ય ન્યાયધીશ આર. એલ. ઠકકર સાથે રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી અમીતભાઇ જોષી, અભયભાઇ ભારદ્વાજ, રાજકોટ જીલ્લા મુખ્ય સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરા પણ ખાસ ઉપસ્થીત રહ્યા હતાં.

કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતી એડવોકેટ જગદીશભાઇ ભટ્ટ દ્વારા રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ દીપ પ્રાગટય વિધી કરવામાં આવેલ હતી. રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી બકુલભાઇ વિ. રાજાણી રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપીને સમગ્ર ટીમ સાથે મોમેન્ટો અને ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખશ્રી બકુલભાઇ વિ. રાજાણીએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતું કે મેડમનો રાજકોટનો કાર્યકાળ રાજકોટના તમામ સીનીયર જૂનીયર વકીલોને હરહંમેશ યાદ રહેશે અને તેમના દ્વારા આપવામાં આવેલ સતત સહકાર અને સહયોગ ને કારણે વકીલશ્રીઓ અને ન્યાય તંત્રના કાર્યમાં સુગમત વધી છે.  અને ઉપરાંત તેમને એમ પણ જણાવેલ કે રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપી મેડમ રાજકોટના એવા પ્રથમ જજ છે કે જેઓને રાજકોટ ખાતે પોતે ફરજ બજાવતા હોય અને સીધા જ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમણુક પામ્યા હોય તેવો આ પ્રથમ બનાવ છે. અંતમાં તેઓએ તમામ વકીલોનો તેમના નિમંત્રણને માન આપી ઉપસ્થીત રહેવા બદલ આભાર માન્યો હતો અને મેડમ પોતાની કારર્કીદી દરમ્યાન સુપ્રિમ કોર્ટના જજ તરીકે સેવા નિવૃત થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.

રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબ ગીતા ગોપી મેડમના વિદાય સમારોહમાં રાજકોટ બાર એસો. ના વર્ષ ર૦ર૦ ના હોદેદારશ્રીઓ (પ્રમુખ) બકુલભાઇ વિ. રાજાણી (ઉપપ્રમુખ) ઇન્દ્રસિંહ ઝાલા (સેક્રેટરી) ડો. જીજ્ઞેશભાઇ જોશી (જોઇન્ટ સેક્રેટરી) કેતનભાઇ દવે (ટ્રેઝરર) રક્ષીતભાઇ કલોલા (લાયબ્રેરી સેક્રેટરી) સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્ય અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોંગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય, કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર તથા વર્ષ ર૦૧૯ ના હોદેદારશ્રીઓ દેસાઇ અનીલકુમાર રમણીકલાલ (ભુ. પ્રમુખ) સિધ્ધરાજસિંહ જાડેજા (ઉપપ્રમુખ) નિલેષભાઇ પટેલ (જોઇન્ટ સેક્રેટરી) અમીતભાઇ ભગત (ટ્રેઝરર) મોનીશભાઇ જોશી (લાયબ્રેરી સેક્રેટરી) જોષી નીશાત મહેશકુમાર (કારોબારી સભ્ય) સુમીતભાઇ વોરા, જીતેન્દ્ર પારેખ, સંદીપભાઇ જોશી, રીતેષભાઇ ટોપીયા, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડા, રેખાબેન પટેલએ સન્માન કરેલ હતું.

રાજકોટ ક્રિમીનલ બારના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા મેડમનું અભિવાદન કરેલ.

ત્યારબાદ એમ. એ. સી. પી. બાર એસોસીએશનના પ્રમુખ શ્રી રાજેશભાઇ મહેતા, સંજયભાઇ બાવીસીની ટીમ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી સી. એચ. પટેલ, ઉપપ્રમુખ શ્રી નલીન જે. આહ્યા, જયેશભાઇ બોધરા, આનંદભાઇ પરમાર અને તેમની ટીમ દ્વારા અભિવાદન કરવામાં આવેલ. રાજકોટ નોટરી બાર એસોસીએશનના પ્રમુખશ્રી પ્રકાશસિંહ ગોહીલ, હસમુખભાઇ જોષી, યોગેશભાઇ ઉદાણી, રમેશભાઇ ભંડેરી તેમજ નોટરી ફેડરેશનના કન્વીનર સંજયભાઇ જોષી અને તેમની ટીમ દ્વારા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ લોયર્સ ફેડરેશનના પ્રમુખ શ્રી રાજભા ડી. ગોહીલ અને તેમટી ટીમ, મહીલા બાર એસોસીએશનના મહેશ્વરીબેન ચૌહાણ, રક્ષાબેન ઉપાધ્યાય, ઉષાબા ઝાલા, દક્ષાબેન મનાતર, મીનાક્ષીબેન ત્રિવેદી, લતાબેન જોષી, સ્મીતાબેન અત્રી, રંજનબા રાણા, ચેતનાબેન કાછડીયા, મીતલબેન સોલંકી, રશ્મીબેન જોષી ખેરૂનબેન ભુવડ, જાગરૂતીબેન વિઠલાણી, સ્તુતીબેન ત્રિવેદી, રમાબેન ગુપ્તા, શીતલબેન રાઠોડ, મીતાબેન રાવ સહિતના મહિલા એડવોકેટશ્રીઓએ સન્માન કરેલ હતું.

રાજકોટના યુવા લોયર્સના પ્રમુખ હીમાશુભાઇ પારેખ, વિરેન રાણીગા, કીરીટ નકુમ, અને આનંદ પરમાર દ્વારા તેમજ રાજકોટ લેબર બાર એસોસીએશનના પ્રમુખ શ્રી ભુષણ વચ્છરાજાની હર્ષદ બારૈયા, શૈલેષભાઇ વ્યાસ અને મુકેશભાઇ તન્નાની ટીમ દ્વારા તેમજ રેલ્વે બાર એસોસીએશનના સેક્રેટરી ચંદુભાઇ અઘેરા અને જોઇન્ટ સેક્રેટરી  પ્રતિકભાઇ  વ્યાસ દ્વારા અભિવાનદ કરવામાં આવેલ હતું.

રાજકોટ ઇન્કમટેકસ બાર અને સેલ્સ ટેકસ બાર સાથે ગ્રાહક સુરક્ષા બાર એસોસીએશનના એડવોકેટ જી.આર.ઠાકર, ડી.બી.વસાવડા અને જયદેવભાઇ શુકલ દ્વારા તેમજ રેવન્યુ પ્રેકટીસનર બાર એસોસીએશનના પ્રમુખ શ્રી દિલીપભાઇ મીઠાણી, એન.જે.પટેલ, મનીષ પંડયા, હીતેશ મહેતા, રાકેશ ગોસ્વામી અને અશોકસિંહ વાઘેલા દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. રાજકોટના વોઇસ ઓફ લોયર્સ સંસ્થાના પ્રમુખશ્રી વિશાલભાઇ ગોસાઇ, લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશનના પરેશભાઇ મારૂ અને તેમની ટીમ તેમજ ટ્રેડમાર્ક પ્રેકટીશનર એસોસીએશનના રમેશભાઇ ઘોડાસરા દ્વારા વિદાય આપવામાં આવેલ હતી.

રાજકોટ કોર્ટ સ્ટાફના પ્રમુખ શ્રી જાડેજા ભુગરાજસિંહ અને તેમની ટીમ દ્વારા તેમજ સરકારી વકીલશ્રીઓ જે.પી.ગણાત્રા, બી.એન.શુકલની ટીમ દ્વારા તેમજ ફેમીલી કોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી મહેશભાઇ ત્રિવેદી, દીલીપભાઇ જોષી, ભાવીનભાઇ વ્યાસ, શકુન્તલાબેન પરમાર, અમીત ગડારા તેમજ રીધ્ધીશાબેન રત્નેશ્વર દ્વારા અભીવાદન કરવામાં આવ્યું હતું.

રાજકોટ વેલફેર ફંડના ચેરમેન જયદેવભાઇ શુકલ, મુકેશભાઇ દેસાઇ, મયંકભાઇ પડયા, મનીષભાઇ ખખ્ખર, મેહુલ મહેતા, ચેતન આશોદરીયા, દીલીપભાઇ જોષી, સુમીત વોરા, નીવીદ પારેખની ટીમ દ્વારા તેમજ રાજકોટ જુનીયર બાર એસોસીએશનના પ્રમુખ શ્રી શિવરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, રવીરાજસિંહ જાડેજા, જયરાજસિંહ ઝાલાની ટીમ દ્વારા તેમજ ઇન્ડીયન લોયર્સ એસોસીએશનના પ્રમુખશ્રી સિધ્ધરાજસિંહ જાડેજા, સતીષભાઇ ત્રિવેદી, રશ્મીબેન જોષી, ધવલભાઇ મહેતા, જયેશભાઇ બુચ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

રાજકોટની હરીવંદના લો કોલેજના પ્રીન્સીપાલ શ્રી પુર્વીબેન સોનેજી અને ટીમ દ્વારા તેમજ ખોડલધામ લીગલ સેલના સંદીપ ટેલ, અરવિંદભાઇ વસાણી, અજય પીપળીયા, પંકજભાઇ દોંગા, જયેશભાઇ બોઘરા દ્વારા તેમજ ગુજરાત નોટરી એસોસીએશનના પ્રમુખશ્રી જીતેન્દ્રભાઇ પારધી દ્વારા સાથોસાથ રાજકોટ જીલ્લા સરકારી વકીલશ્રીઓની ટીમ દ્વારા મેડમનું સન્માન કરવામાં આવયું હતું.

 આ કાર્યક્રમમાં ખાસ વોર્ડ નંબર-૩ના કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલા(એડવોકેટ) દ્વારા રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ગીતા ગોપી મેડમને શાલ ઓેઢાડીને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ અંતમાં રાજકોટ બાર એસોસીએશન સેક્રેટરી ડો.જીજ્ઞેશ એમ.જોષીએ આભારવિધીમાં રાજકોટ બાર એસોસીએશન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પધારવા બદલ દરેક બાર એસોસીએશનના પ્રમુખશ્રીઓ અને તેમની ટીમનો અભાર માન્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનુ઼ સંચાલન રાજકોટ બાર એસોસીએશનના એડવોકેટ આશીષભાઇ શાહ, ભાવીન વ્યાસ દ્વારા કરવામાં આવેલ હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ બાર એસોસીએશનના (પ્રમુખ) બકુલભાઇ વિ.રાજાણી (ઉપપ્રમુખ) ઇન્દ્રસિંહ ઝાલા (સેક્રેટરી) ડો.જીજ્ઞેશભાઇ જોશી (જોઇન્ટ સેક્રેટરી) કેતનભાઇ દવે (ટ્રેઝરર) રક્ષીતભાઇ કલોલા (લાયબ્રેરી સેક્રેટરી) સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્ય શ્રી અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોંગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય, કૈલાશભાઇ જાની, રેખાબેન તુવારની ટીમ સાથે કમીટી મેમ્બર્સ ગૌરાંગ માંકડ, દિવ્યેશભાઇ છગ, ધર્મેશભાઇ સખીયા, ધમેૃશભાઇ ચોકસી, ડી.બી.બગડા, દિવ્યેશભાઇ છગ, નિરવભાઇ પંડયા, પ્રવિણભાઇ સોલંકી, જયભાઇ મગદાણી, શૈલેન્દ્ર મહેતા, બલરામ પંડીત, કુશ જોષી, નમીતાબેન કોઠાયા, પ્રફુલભાઇ ચંદારાણા, હેમલ ગોહેલ, નીરલ રૂપારેલીયા, રવિ ધ્રુવ , પ્રણવ જોષી, દિલીપભાઇ જોષી, રાજેશભાઇ જલુ, આર.ડી.દવે, અકરમ બેલીમ, ભાવન વ્યાસ, વિરલ જોષી, આશીષભાઇ શાહ, રવિભાઇ વાઘેલા, મયુર કાપડીયા, ભરતસિંહ ગોહીલ, જે.બી.શાહ, ઇન્દ્રસિંહ રાઓલ, સંદીપ અંતાણી, ડી.બી.બગડા, ડી.બી.બગડા, પ્રતીક એસ.વ્યાસનાઓએ જહેમત ઉઠાવી હતી.

(3:28 pm IST)