Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ચેક રકમનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા. ર૬ :  ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજાનો હુકમ કોર્ટ ફરમાવેલ હતો.

આ અંગેની વિગત એવી છે કે આરોપી પરેશ નાથાલાલ રાણપરીયાએ ફરીયાદ કૌશીક નટવરભાઇ પટેલ પાસે સંબંધના દાવે કટકે કટકે રૂ. ૬,ર૦,૦૦૦/- લીધેલા અને આરોપીએ ફરીયાદીને રકમ પરત આપવાનું પાકુ વચન અને વિશ્વાસ આપેલ અને પૈસા પરત કરવા માટે આરોપીએ પાર્ટ  પેમેન્ટના યુનીયન બેન્ક ઓફ ઇન્ડીયાના ગોંડલ શાખાના કુલ ત્રણ ચેક રૂ. ૧,૦૦,૦૦૦/- ના એમ કુલ ત્રણ લાખના ચેકો પોતાની સહી કરી આપેલા હતા.

ફરીયાદીએ આરોપીના વચન ઉપર વિશ્વાસ રાખી ત્રણેય ચેકો પોતાની બેન્કમાં વટાવવા નાખતા ત્રણેય ચેકો ફંડ ઇન સફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ જે અન્વયે ફરીયાદીએ આરોપીને લીગલ નોટીસ મોકલેલી પરંતુ આરોપી તરફે કોઇ લેણી રકમ ન ચુકવતા ફરીયાદીએ આરોપી પરેશભાઇ સામે નેગો. એકટની કલમ-૧૩૮ અન્વયે કેસ દાખલ કરેલ.

ફરીયાદીના એડવોકેટ એવી દલીલ કરેલ કે સદર ચેકો આરોપીએ આપેલા છે આરોપીની સહી છે આરોપી તરફે કોઇ ખંડનાત્મક પુરાવો રજૂ કરવામાં આવેલ નથી અને નેગો. ઇન્સ્ટ્રુ. એકટની જોગવાઇઓનું આરોપીએ ભંગ કરેલ છે આ તમામ દલીલો ગ્રાહ્ય રાખી રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. એ આરોપીને નેગો. એકટની કલમ-૧૩૮ અન્વયે તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ફરમાવેલ. અને આરોપીએ ફરીયાદીને ચેકની રકમ વળતર પેટે ચુકવી આપી જો તે ન ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામે ફરીયાદી તરફે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી નરેન્દ્રસિંહ એમ. જાડેજા, ગીરીરાજસિંહ સી. જાડેજા તથા પિયુષ લાવડીયા, પરેશ એન. કુકાવા રોકાયેલા હતા.

(3:24 pm IST)