Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પડધરીના દુષ્કર્મના ગુનામાં પકડાયેલ આરોપીને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

રાજકોટ, તા. ર૬ :  પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં પકડાયેલ આરોપી પ્રફુલ લાભુભાઇ સોલંકીને સેસન્સ અદાલતે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કામમાં ફરીયાદી એટલે કે ભોગબનનારે પડધરી પો. સ્ટે. એવી ફરીયાદ કરેલ હતી કે તા.ર૮-૦૧-ર૦ર૦ના રોજ  કપડા ધોવા માટે પડધરી ડોંડી નંદી કાંઢે ગયેલ ત્યારે તે કપડા ધોઇ નાહવા બેસતી હતી ત્યારે આરોપીએ પાછળથી પકડીને તેની ઇચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યા અંગેની અને ધમકી આપ્યા અંગેની આક્ષપો વાળી ફરીયાદ આપવામાં આવેલ હતી. જે અંગે આઇ.પી.સી. કલમ ૩૭૬, પ૦૬(ર) મુજબની પડધરી પો. સ્ટે. માં ગુન્હો નોંધાયેલ હતો.

ત્યારબાદ આ કામા આરોપી પ્રફુલભાઇ લાભુભાઇ સોલંકીના પડધરી પોલીસ દ્વારા તા. ૦૭-૦ર-ર૦ર૦ ના રોજ ધરપકડ કરવામાં આવેલ હતી. ત્યારબાદ આરોપીએ સેશન્સ કોર્ટમાં તેઓના એડવોકેટ મારફત સ્પે. કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. જેમાં કેસના સંજોગોને હકિકત તથા મોડી ફરીયાદ બાબતે તથા બનાવ જગ્યા જાહેર જગ્યા હોવા બાબતે વિગતવાર દલીલો કરવામાં આવેલ હતી. અને સુપ્રિમ કોર્ટ તથા જુદી જુદી નામ. હાઇકોર્ટના જજમેન્ટો રજૂ કરવામાં આવેલ હતા. જેમાં અરજદાર આરોપી તરફેની દલીલો માન્ય રાખી સેશન્સ કોર્ટના (સ્પે. કોર્ટના) જજ ડી.ડી. ઠકકરે આરોપીને શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરવા હુકમ કરેલ હતો. 

આ કામમાં આરોપી પ્રફુલભાઇ લાભુભાઇ સોલંકી વતી રાજકોટના યુવા એડવોકેટ જીતેન્દ્રસિંહ વી. પરમાર, બાલાભાઇ એન. સેફાતરા, કિશનભાઇ વાલ્વા તથા ખોડુભાઇ સાકરીયા તથા અજય જે. ઝાપડીયા રોકાયેલ હતા.

(3:24 pm IST)