Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

બૌધ્ધ ધમ્મ સંઘ દ્વારા શુક્ર-શનિ 'સર્વધર્મ ધમ્મ પરિષદ'

રેસકોર્ષ મેદાનમાં બે દિવસીય આયોજન : રાત્રે લોકસાહિત્ય અને હાસ્યનો કાર્યક્રમ : હેમંત ચૌહાણ- ચંદ્રેશ ગઢવી જમાવટ કરશે

રાજકોટ તા. ૨૬ : અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા આગામી તા. ૨૮ - ૨૯ શુક્ર- શનિ બે દિવસીય 'સર્વધર્મ ધમ્મ પરિષદ'નું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા બૌધ્ધ ધમ્મ સંઘના આગેવાનોએ જણાવેલ કે કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ મેદાન ખાતે આયોજીત આ બે દિવસીય સમારોહનો પ્રારંભ શુક્રવારે સવારે ૯ વાગ્યે સંતોના સામૈયા સાથે કરવામાં આવશે. ૧૦ વાગ્યે સ્વાગત વિધિ, ૧૦.૩૦ થી ૧ ધર્મગુરૂઓનું પ્રવચન, ૧ થી ૨ જમણવાર, બપોરે ૩ થી ૬ ધર્મગુરૂઓનું પ્રવચન, સાંજે ૬ થી ૮ જમણવાર અને રાત્રે ૮ વાગ્યે ભજન સંતવાણી રજુ થશે.

એજ રીતે તા. ૨૯ ના સવારે ૯.૩૦ વાગ્યે ધર્મગુરૂઓનું પ્રવચન, બપોરે ૧ થી ૩ ભોજન, સાંજે ૩ થી ૭ ધર્મગુરૂઓનું પ્રવચન થશે.

ધર્મગુરૂઓ અને અધિકારીગણની તૈયાર કરાયેલ સુચિ મુજબ સ્વામી વિવેકાનંદ વિષે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વામિ નિખિલેશ્વરાનંદજી, બૌધ્ધ ધર્મ વિષે દિલ્હીના ભંતે આનંદ મહાથેરો, ગુજરાતના ભંતે દેવાનંદ, પોરબંદરના ભંતે પ્રજ્ઞારત્ન, આંદામાન નિકોબાર ટાપુના ભંતે પયનિયાલોકા ઉદ્દબોધન કરશે.

સનાતન સેવા મંડળ દ્વારકા વિષે દ્વારકાના સ્વામી કેશવાનંદજી, ઇસ્લામ ધર્મ વિષે હજુર ઉસ્તામુલ ઉલ્મા સૈયદ ગુલામ, ગોસ અલ્વીમુલ હાસમી સાહેબ, પ્રિન્સીપાલ દારૂલ ઉલુમ મિસ્કાનીયા સૈયદ નજીર બાપુ, આસરફી ઇમામ સાહેબ હૈદરી મસ્જીદ રાજકોટ તેમજ જૈન ધર્મ વિષે પાલીતાણાના આચાર્ય પ્રદ્યુમન વિમલસુરીજી, રાજકોટના યશોવિજય મહારાજ અને દેરાસર માંડવીચોકના પ્રમુખ જીતુભાઇ જૈન તેમજ હિન્દુ ધર્મ વિષે જુનાગઢ અખાડાના પૂ. મહેન્દ્રબાપુ ઉદ્દબોધન કરશે.

ખિસ્તી ધર્મ પર ફાધર જેઇમ્સ થાઇલ, બીસલ જોશ ચીટુ પરમબીલ ધર્મગુરૂ પ્રેમ મંદિર તેમજ શીખ ધર્મ પર રાજકોટના ગુરૂમિતસિંહ ધીલોન, સ્વામિનારાયણ ધર્મ વિષે રાજકોટના સ્વામી ત્યાગ વલ્લભજી, દાઉદી વ્હોરા ધર્મ વિષે આમીલ સાહેબ જનાબ મુસ્તફાભાઇ સાહેબ વજીહી, પી.આર.ઓ. કમીટીના શેખ યુસુફઅલી (જોહર કાર્ડવાળા) તેમજ ઓશો વિષે ઓશો ધ્યાન કેન્દ્રના સ્વામી સત્યપ્રકાશજી તેમજ કબીર પંથ વિષે સુરતના તુલસીદાસ બાપુ ઉદ્દબોધન કરશે.

ગુરૂનાથ પંથી સંપ્રદાય વિષે નવી દિલ્હીના ૧૦૮ શ્રી મહંતબાબા રાજેન્દ્રનાથજી, પૂ. હીરસાગર બાપા ગુરૂદ્વારા વિષે હરીભાઇ રામજીભાઇ બાપા, પંકજભાઇ ગીરધરબાપા તેમજ ઉગમ ફોજ વિષે બાંદ્રાના મહંતશ્રી ગોરધનબાપુ, ભેડાપીપળીયાના જેન્તીબાપા, ભીમ સાહેબ જગ્યા વિષે અમરણના ગુલાબદાસ બાપુ, દાસી જીવણ સાહેબ વિષે ઘોઘાવદરના મહંતશ્રી શામળદાસ બાપુ, મહેશ્વર સમાજ વિષે મહેશ્વરી સમાજ કચ્છના વેરશીભાઇ રામજીભાઇ માતંગ, રવિદાસ આશ્રમ વિષે સરસઇના કે. કે. સોલંકી, સનાતન હિન્દુ સેવા સમાજ વિષે ગીર સોમનાથના જીતુભાઇ કુહાડા છણાવટ કરશે.

મુખ્ય અતિથી વિશેષ તરીકે જિલ્લા કલેકટર રેમ્યા મોહન, એડી. ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અનિલ પ્રથમ, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, જિલ્લા એમ.પી. બલરામ મિણા, ચીફ કમિશ્નર ઇન્કમટેકક્ષ બચ્ચનરામ, જોઇન્ટ કમિશ્નર ઇન્કમટેક્ષ જુનાગઢ અરવિંદ સોનટકે, આર.એમ.સી. ટાઉન પ્લાનર  એમ. ડી. સાગઠીયા, ફેકલ્ટી મેનેજર સેન્ટ્રલ જેલ અમદાવાદના એ. એસ. પરમાર, સૌરાષ્ટ્ર યુનિ. હિન્દી ભવનના પૂર્વ પ્રો. ડો. એસ. પી. શર્મા, બાલાજી વેફર્સવાળા ઉદ્યોગપતિ ચંદુભાઇ વિરાણી, સીઝન હોટલવાળા વેજાભાઇ કાંબલીયા, નિવૃત જજ પ્રવિણભાઇ મકવાણા, કે. બી. રાઠોડ, જી.એસ. વાઘેલા, કે. કે. મેરીયા, કે. એમ. વાઘેલા, નિવૃત જેલર કિશનભાઇ પરમાર અમદાવાદ, મધુરમ હોસ્પિટલના ડો. વસાવડા, ક્રિષ્ના હોટલના હરીભાઇ પટેલ, સમાજ અગ્રણી અલ્કેશ ચાવડા, કરણાભાઇ માલધારી, મનુભાઇ ધાધલ ઉપસ્થિત રહેશે.

શુક્ર - શનિ રાત્રે ૯ વાગ્યે ભજન સંતવાણી થશે. જેમાં જાણીતા ભજનિક હેમંતભાઇ ચૌહાણ અને હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવી જમાવટ કરશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા બૌધ્ધ ધમ્મ સંઘના રાષ્ટ્રીય પ્રમુખ ગૌતમ ચક્રવર્તી, રાષ્ટ્રીય મહિલા પ્રમુખ શાંતાબેન મકવાણા, પ્રદેશ પ્રમુખ દેવશીભાઇ એ. દાફડા, પ્રદેશ ઉપપ્રમુખ અશોકભાઇ વાળા, શિક્ષણ સમિતિના પ્રમુખ લવજીભાઇ ચાવડા, શહેર શિક્ષણ સમિતિના મંત્રી વાલજીભાઇ ચૌહાણ જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા બૌધ્ધ ધમ્મ સંઘના આગેવાનો ગૌતમ ચક્રવતી (મો.૯૯૧૩૭ ૪૩૬૯૦), શાન્તાબેન મકવાણા, દેવશીભાઇ દાફડા, અશોકભાઇ વાળા, તુલશીભાઇ મકવાણા, નારણભાઇ બગડા, લલિતભાઇ ડાંગર, સોયેબ ગઢીયા, બાબુભાઇ મકવાણા, ખોડાભાઇ પારઘી, લવજીભાઇ ચાવડા, રમેશભાઇ ચાવડા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:24 pm IST)