Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને સગીરા ઉપર

રાજકોટ, તા.૨૬: રાજકોટના રહીશ આરોપી નૃપેને અન્ય મિત્ર સર્કલ ગૃપ સાથે મળી સગીરા સાથે મિત્રતા કેળવી હોટલમાં  લઇ જઇ દુષ્કર્મ આચરી બાદમાં આરોપી નૃપેનના ગૃપના અન્ય આરોપીઓ દ્વારા સગીરા જોગ મોહીત સાથે સગાઇ નહી કરે તો તેણીના નૃપેન સાથેના ફોટો તથા વીડીયો વાઇરલ કરી દેવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરવાના અને માર મારવાના ગુન્હામાં ચાર આરોપીઓને રાજકોટની સેશન્સ અદાલતે નીર્દોષ ઠરાવી છોડી મુકાતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો સગીરાએ રાજકોટ મહીલા પોલીસ સ્ટેશનમાં જાતીય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ તથા દુષ્કર્મ અન્વયે કરેલ ફરીયાદમાં આરોપી નૃપેને સગીરાને વોટસઅપમાં બીભત્સ મેસેજ મોકલી બાદથી તેને ગેસ્ટ હાઉસમાં લઇ જઇ તેણીની મરજી વિરૂધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધી જાતીય હુમલલો કરી બીભત્સ વીડીયો કલીપ વાઇરલ કરી દેવાની ગુન્હાહીત ધમકી આપી શરીર સંબંધ બાંધી જાતીય હુમલો કરી બીભત્સ વીડીયો કલીપ વાઇરલ કરી દેવાની ગુન્હાહીત ધમકી આપી તેણીના નગ્ન ફોટા વોટસઅપ ઉપર મોકલવા દબાણ કરી આરોપી નં.૨ થી ૪ નાઓએ બીભત્સ વીડીયો કલીપ તેઓની પાસે હોવાનું સગીરાના પિતાને જણાવી તે વાઇરલ કરી દેવાની ધમકી આપી બ્લેક મેઇલ કરી મારકુટ કરી એકબીજાને મદદગારી કર્યા અંગે આરોપીઓ (૧) નૃપેન હેમાંગભાઇઇ સોલંકી (ર) પરેશ હસમુખરાય બુધ્ધદેવ (૩) મીનલ વા/ઓ. પરેશભાઇ બુધ્ધદેવ (૪) નયના ઉર્ફે નેહા ડો./ઓ. હસમુખભાઇ અનડકટ નાઓ વીરૂધ્ધ આપેલ ફરીયાદ અન્વયે પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલ.

ફરીયાદ સમયે ભોગ બનનારની ઉંમર ૧૮ વર્ષ હોય એ રીતે આરોપીઓ વિરૂધ્ધનુ તહોમત ફરીયાદપક્ષ પૂરવાર કરી શકેલ ન હોય તેમ માની રાજકોટના એડી. સેશન્સ ચારેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત કામમાં આરોપી નં.૧ વતી એડવોકેટ બી.વી.ડોડીયા, હેમાંશુ પારેખ, કીરીટ નકુલ, જયવીર બારૈયા તથા આરોપી નં.૨ અને ૩ વતી કે.એન. કવૈયા, કનકસિંહ ડી.ચૌહાણ, રાજેશ એમ. પરમાર અને આરોપી નં.૪ વતી સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:24 pm IST)